fbpx
રાષ્ટ્રીય

રિમ્સ હોસ્પિટલ પહોંચ્યો લાલુનો પરિવાર લાલુ યાદવની સ્થિતિ ગંભીર, દિલ્હી સ્થિત એમ્સમાં શિફ્ટ કરવાની તૈયારી

ચારાકૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ થતાં તેમના પરિવારના લોકો રાંચી પહોંચી ગયા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, દીકરો તેજ પ્રતાપ અને દીકરી મીસા ભારતી લાલુ યાદવની ખબર જાેવા રાંચીમાં આવેલી રિમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયાં છે, જ્યાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. લાલુની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
લાલુના દીકરા તેજસ્વીના જણાવ્યા પ્રમાણે તેમના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું છે અને ચહેરો ફૂલી ગયો છે. જરૂર પડશે તો વધારે સારી સારવાર માટે તેમને દિલ્હી એમ્સ પણ ખસેડવામાં આવે તેવી શક્યતા છે.
લાલુ યાદવને મળવા પહોંચેલા તેજસ્વી યાદવે રિમ્સમાંથી બહાર નીકળતી વખતે કહ્યું છે કે અમારો પરિવાર પિતા માટે સારી સારવાર ઈચ્છે છે. દરેક રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર્સનું માનવું છે કે તેમની અહીં જ સારવાર કરવામાં આવશે. તેમની સ્થિતિ ગંભીર છે.
રિમ્સના સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે લાલુ યાદવનાં ફેફસાંમાં ઈન્ફેકશન છે અને અમે તેમની સારવાર કરી રહ્યા છીએ. અમે એમ્સમાં ફેફસાં વિભાગના એચઓડી સાથે આ વિશે વાતચીત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/