કૈમરૂનમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ૫૩ લોકોના મોત
મધ્ય આફ્રિકાના કેમરૂનમાં એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મધ્ય આફ્રિકાના કેમરૂનમાં માર્ગ અકસ્માતમાં ૫૩ના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે, સાથે ૨૧ લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગેરકાયદે ઈંધણ લઈ જતી ટ્રકે બસને ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદ બંને વાહનમાં આગ ફાટી નીકળી હતી, અને ૫૩ના મોત થયા છે.
કેમરૂનમાં બુધવારે એક બસ અને ટ્રકની ટક્કરમાં ઓછામાં ઓછા ૫૩ લોકોના મોત થયા છે, જ્યારે ૨૧ અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓએ આ ઘટના વિશે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે બસ મધ્ય આફ્રિકાના પશ્ચિમી ભાગ (કેમરૂન)માં અકસ્માત થયો છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ગેરકાયદે ઈંધણ લઈ જતી ટ્રકે બસને ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘવાયા છે.
આ વિસ્તારના વરિષ્ઠ સરકારી અધિકારી, અબસલામ મોનોનોએ જણાવ્યું હતું કે, ૭૦ સીટો વાળી બસ પશ્ચિમના શહેર ફોઉમ્બાનથી રાજધાની યાઉંડે તરફ આવી રહી હતી, જ્યારે તે શનિવાર-રવિવાર દરમિયાન રાત્રે બે વાગે રસ્તા પર જઈ રહેલા લોકોની ભીડને બચાવવાના ચક્કરમાં ટ્રક સાથે અથડાઈ છે.
તેમણે જણાવ્યું છે કે, બસમાં મોટાભાગના મુસાફરો કાં તો તેમના પરિવાર સાથે નવું વર્ષ ઉજવવા જઇ રહ્યા હતા. નાતાલની ઉજવણી બાદ વેપારીઓ પાછા પરત ફરી રહ્યા હતા, જે નવા વર્ષની ભેટો પહોંચાડવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ૬૦થી વધુ મુસાફરોની મદદ માટે ગામના લોકો બસ તરફ દોડી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે બચાવ કાર્યકરો હજી પણ ક્રેશ થયેલી બસનો કાટમાળ સાફ કરી રહ્યા છે.
Recent Comments