fbpx
રાષ્ટ્રીય

બજેટ સત્ર શરૂઃ રાષ્ટ્રપતિએ અભિભાષણ કર્યું, કોંગ્રેસ સહિત વિપક્ષે કર્યો બહિષ્કારલાલ કિલ્લાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ,કૃષિ કાનુન ખેડૂતોના ફાયદામાંઃ રાષ્ટ્રપતિ

વ્યાપક વિચારણા બાદ કાયદા પાસ થયા,નાના અને સીમાંત ખેડૂતો પણ સરકારની પ્રાથમિકતા,તિરંગા અને ગણતંત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ, આર્ત્મનિભર ભારત યોજના માત્ર ભારતનું નિર્માણ કરવા નહિ પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની પણ તક છે
કોરોના કાળમાં સરકારના તાકીદના પગલાથી લાખો લોકોના જીવ બચી ગયા,અર્થતંત્રની ગાડી પાટે ચડવા લાગી છે,દેશના હીતોની સુરક્ષા માટે સરકાર કટિબધ્ધ, અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતાનો બધાને હક્ક, પરંતુ તેની સાથે કાયદાનું ગંભીરતા પાલન પણ થવું જરુરી છે

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી આ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. આ ઉપરાંત તેમણે નવા કૃષિ કાયદા, ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ફેલાયેલી અરાજકતાનો પણ ઉલ્લેખ કર્યો.

બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ. અભિભાષણની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કોરોના મહામારીના સમયમાં થઈ રહેલા આ સત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે નવા દાયકા અને નવા વર્ષનું પહેલું સત્ર છે. આ સાથે આપણે ભારતની આઝાદીના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, અમે ઝૂકીશું નહી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે મહામારી વિરુદ્ધની આ લડતમાં આપણે અનેક દેશવાસીઓને અકાળે ગુમાવ્યા પણ છે. આપણા બધાના પ્રિય અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન પણ કોરોના કાળમાં થયું. સંસદના ૬ સભ્ય પણ કોરોનાના કારણે કસમયે આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમણે વધુમાં કહ્યું કે સરકારે લગભગ ૩૧ હજાર કરોડ રૂપિયા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા. દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી ગરીબ મહિલાઓને ૧૪ કરોડથી વધુ મફત ગેસ સિલિન્ડર પણ મળ્યા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આપણા માટે ગર્વની વાત છે કે આજે ભારત દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. આ પ્રોગ્રામની બે રસી ભારતમાં જ નિર્મિત છે. સંકટના આ સમયમાં ભારતે માનવતા પ્રત્યે પોતાની જવાબદારીનું ર્નિવહન કરતા અનેક દેશોને કોરોના રસીના લાખો ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપે છે, તે બંધારણ આપણને શિખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જાેઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડૂતોના હિતો માટે સરકાર ગંભીર છે. મારી સરકારે સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા ખર્ચથી દોઢ ગણું સ્જીઁ આપવાનો ર્નિણય લીધો હતો. મારી સરકાર આજે સ્જીઁ પર રેકોર્ડ માત્રામાં ખરીદી કરી રહી છે અને ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ વધારી રહી છે. તેમણે કહ્યું ક

સરકારે છેલ્લા ૬ વર્ષમાં બીજથી લઈને બજાર સુધી દરેક વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તનનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને ભારતીય કૃષિ આધુનિક પણ બને અને કૃષિનો વિસ્તાર પણ થાય. આર્ત્મનિભર ભારત અભિયાન ભારતમાં નિર્માણ સુધી જ સિમિત નથી પરંતુ તે ભારતના દરેક નાગરિકના જીવનસ્તરને ઉપર ઉઠાવવા અને દેશના આત્મવિશ્વાસને વધારવાનું પણ અભિયાન છે. ૨૦૧૩-૧૪માં જ્યાં ૪૨ લાખ હેક્ટર જમીનમાં જ માઈક્રો-ઈરિગેશનની સુવિધા હતી ત્યાં આજે ૫૬ લાખ હેક્ટરથી વધુ વધારાની જમીનને માઈક્રો ઈરિગેશન સાથે જાેડવામાં આવી છે. આ સમયગાળામાં શાકભાજી અને ફળોનું ઉત્પાદન પણ ૨૧૫ મિલિયન ટનથી વધીને હવે ૩૨૦ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. આ માટે હું દેશના ખેડૂતોને અભિનંદન આપું છું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતાઓમાં આ નાના અને સીમાંત ખેડૂતો પણ છે. આવા ખેડૂતોના નાના નાના ખર્ચાને મદદ કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા તેમના ખાતામાં લગભગ ૧,૧૩,૦૦૦ કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરાયા છે. સમયની માગણી છે કે કૃષિ ક્ષેજ્ઞ આપણા જે નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની પાસે ફક્ત એક કે બે હેક્ટર જમીન હોય છે તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવે. દેશના તમામ ખેડૂતોમાંથી ૮૦ ટકાથી વધુ આવા નાના ખેડૂતો જ છે અને તેમની સંખ્યા ૧૦ કરોડથી પણ વધુ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે પાક વીમા યોજનાનો લાભ પણ દેશના નાના ખેડૂતોને થયો છે. આ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષમાં ખેડૂતોને ૧૭ હજાર કરોડ રૂપિયા પ્રીમીયમ તરીકે લગભગ ૯૦ હજાર કરોડ રૂપિયાની રકમ વળતર તરીકે મળી છે.

પરંપરા મુજબ, પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાષણ થયું હતું, જાેકે ૧૯ જેટલા પક્ષોએ આ સ્પીચનો બોયકોટ કર્યો છે. એમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ જેવી મોટી પાર્ટીઓ સામેલ છે. તેમનું કહેવું છે કે ગત સેશનમાં કેન્દ્ર સરકારે જે ત્રણ કૃષિ કાયદાઓને પાસ કર્યા એ યોગ્ય નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/