fbpx
રાષ્ટ્રીય

ચૂંટણીવાળા અસમ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળ પર ઓળઘોળ મોદી સરકાર આત્મનિર્ભર બજેટમાં મોદી સરકારનો ચૂંટણીલક્ષી સ્ટ્રોક

નાણાંમંત્રી સીતારમણે સંસદમાં પેપરલેસ બજેટ રજૂ કર્યુંઃ વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા એફડીઆઇ થઇ શકશે,પહેલા ૪૯ ટકા હતી, ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ આવશે, ટેકસ એસેસમેન્ટનો ગાળો ઘટાડી ૬ વર્ષથી ૩ વર્ષ કરાયો,સસ્તા મકાન પર દોઢ લાખ રૂપિયા સુધીની લોન વ્યાજમુકત રહેશે, મોબાઈલ અને તેના પાર્ટસ મોંઘા થશે

  • વેકસીન,ચૂંટણી,ખેડૂતો પર ફોકસઃ ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ,૭૫ વર્ષથી ઉપરના લોકોને આઈટીઆરમાંથી મુકિત મળી,પેટ્રોલ પર ૨.૫૦ રૂા. અને ડીઝલ પર ૪ રૂા. કૃષિ સેસ લગાડવાનું એલાન, સોના-ચાંદી પરની કસ્ટમડયુટી ઘટાડવામાં આવી
  • ચૂંટણીવાળા ૪ રાજ્યોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ૨.૨૭ લાખ કરોડ ખર્ચ કરાશે
  • બંગાળ,તમિલનાડુ અને કેરળમાં આર્થિક કોરિડોર બનશેઃ ર્નિમલા સીતારમણ

કેન્દ્રિય નાણાંપ્રધાન ર્નિમલા સિતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે કેટલીક એવી જાહેરાતો કરી હતી કે જે પ્રથમવાર જ અમલમાં આવી રહી હોય. આ વર્ષે કોરોનાને કારણે પેપરલેસ અંદાજપત્ર રજુ કરાયું હતું. દર વર્ષે નાણાં પ્રધાન બ્રિફકેસમાં અંદાજપત્ર લઈને સંસદમાં પ્રવેશતા હોય છે. પરંતુ પેપરલેસ બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાન ર્નિમલા સિતારમણ,બ્રિફકેસના બદલે ટેબ્લેટ સાથે સંસદમાં પ્રવેશ્યા હતા.
જાેવામાં આવે તો આ બજેટ સામાન્ય માણસનું નહોતું. સામાન્ય માણસને રાહત થાય તે માટે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. ઉલ્ટું, બધી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી અને સરચાર્જને લીધે મોબાઈલ સહિતની ઘણી ચીજાે પણ મોંઘી થઈ રહી છે. આ બજેટ સામાન્ય લોકો માટે નિરાશાજનક હતું.

સિતારમને કહ્યું કે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે સરકારે વર્ષ ૨૦૨૦માં ૩૦ લાખ કરોડ રૂપિયાના ૫ મિની બજેટ રજૂ કર્યા હતા. નાણામંત્રીએ સામાન્ય લોકોને રસ પડે એવી જે જાહેરાત કરી છે તેમાં એલઆઇસીનો ૈંર્ઁં આ વર્ષમાં બજારમાં આવશે તેની છે. કોરોના મહામારીના સમયમાં જયારે લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા ત્યારે મૂડીબજારમાં પ્રવેશેલી અનેક કંપનીઓના લોકોએ રોકાણ કરીને તગડી કમાણી કરી હતી. શેરબજાર વિશે નહીં જાણનારા લોકો પણ હવેમાં રસ દાખવતા થયા છે.

નાણામંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૧-૨૨માં દેશની સૌથી મોટી જીવન વીમા સંસ્થા ભારતીય જીવન વિમા નિગમ ( એલઆઇસી) પોતાનો ૈંર્ઁં લાવશે. આ બાબતે એલઆઇસી અધિનિયમ સાથે જાેડાયેલા બદલાવ ચાલૂ સંત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.સાથે નાણામંત્રીએ જાહેરાત કરી કે ભારત પેટ્રોલિયમ, એર ઇન્ડિયા, કોનકોર અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વ્યુહાત્મક વેચાણ પણ આગામી નાણાંકીય વર્ષમાં પુરા થશે. આ યોજનાનો અમલ નીતી આયોગ કરશે એમ નાણામંત્રીએ કહ્યું હતું.

નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક જનરલ વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે. જાે કે નાણામંત્રીએ કઇ જાહેર ક્ષેત્રની બેંક અને કઇ જનરલ વીમા કંપનીનું ખાનગીકરણ કરશે તે બાબતે ફોડ પાડયો નહોતો. નાણામંત્રીએ શેરબજાર માટે માત્ર એક સિકયોરીટી માર્કેટ કોડ રજૂ કરવાની જાહેરાત કરી.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે જાહેરાત કરી છે કે, વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા હ્લડ્ઢૈં થઇ શકશે. પહેલા વીમા સેક્ટરમાં હ્લડ્ઢૈં ૪૯ ટકા જ થતી હતી. આ સિવાય રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્ટાર્ટ અપ કંપની માટે જાહેરાત કરી છે. જેના હેઠળ એક ટકા કંપનીને રોકટોક વિના શરૂઆતમાં કામ કરવાની મંજૂરી મળશે

આ બજેટમાં સરકારે હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ્સું ધ્યાન આપ્યું છે, પરંતુ જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી તેવી આઈટી સ્લેબમાં ફેરફાર તેમજ ૮૦ઝ્ર હેઠળ મળતી છૂટનો કોઈ ઉલ્લેખ પણ ના કરી નાણાંમંત્રીએ મધ્યમ વર્ગને નિરાશ કર્યો છે. જાે આ રાહત મળી હોત તો અર્થતંત્રમાં વધુ રુપિયો ફરતો થવાની શક્યતા હતી, પરંતુ નાણાંમંત્રીએ પગારદાર વર્ગને રાહત આપવાનું ટાળ્યું છે. જાેકે, પેન્શન અથવા વ્યાજની આવક પર નભતા ૭૫ વર્ષથી વધુ વયના નાગરિકોને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારના આકરા કરવેરાને કારણે હાલ આસમાને પહોંચ્યા છે, તેવામાં તેમાં કોઈ રાહત આપવાને બદલે નાણાંમંત્રીએ પેટ્રોલ પર રુ. ૨.૫૦ અને ડીઝલ પર રુ. ૪નો ફાર્મ સેસ લેવાની દરખાસ્ત કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓર વધે તેવી શક્યતા છે.

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમન સોમવારે સંસદમાં પોતાનું ત્રીજું બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે ખેડુતો વિશેની એક લાઇન પર વિપક્ષોએ પસ્તાળ પાડીને ભારે હંગામો મચાવી દીધો હતો. નાણામંત્રીએ જયારે બજેટની રજૂઆતમાં કહ્યું કે સરકાર ખેડુતો પ્રત્યે કટીબધ્ધ છે એની સાથે જ વિપક્ષના નેતાઓએ લોકસભામાં હંગામો મચાવી દીધો હતો અને નારેબાજી કરવા માંડી હતી. વિપક્ષોનો વિરોધ ધારધાર હતો કે નાણામંત્રીએ પોતાનું બજેટ ભાષણ થોડા સમય માટે અટકાવવું પડ્યું હતું.નાણામંત્રીએ આ વખતે પહેલીવાર પેપરલેસ એટલે કે ડીજીટલ બજેટ રજૂ કર્યું હતું.

નાણામંત્રી ર્નિમલા સીતારમને ખેડુતો વિશે સરકાર કટીબધ્ધ હોવાની વાત કરતા વિપક્ષોએ કૃષિ કાનુન વાપસ લો ના નારા લગાવીને લોકસભાને ગજવી નાંખી હતી. હંગોમાં વધવાને કારણે નાણામંત્રીએ પોતાનું બજેટ ભાષણ અટકાવવું પડ્યું હતુ.
નાણામંત્રીએ કહ્યું હતું કે અમે લોકડાઉન સમાપ્ત થયા પછી સરકારી ખર્ચ વધાર્યો છે. ૨૦૨૦-૨૧માં ૩૦.૪૨ લાખ કરોડના સરકારી ખર્ચનો અંદાજ છે, જે વધીને ૩૪.૫ લાખ કરોડ થશે. ૨૦૨૧માં રાજકીય ખાધ ય્ડ્ઢઁના ૯.૫% છે. એની ભરપાઈ માટે અમને ૮૦ હજાર કરોડ રૂપિયા વધારે જાેઈએ. એ માટે અમને બજાર પાસેથી અપેક્ષા છે. ૨૦૨૧-૨૨માં ૩૪.૮૩ લાખ કરોડના સરકારી ખર્ચનો અંદાજ છે. ૨૦૨૧-૨૨માં રાજકીય કાધ ય્ડ્ઢઁના ૬.૮ ટકા રહેવાનો અંદાજ છે. ૨૦૨૫-૨૬ સુધી એ ઘટાડીને ૪.૫ ટકા કરવાનો અંદાજ છે. કન્ટિજન્સી ફંડને ૫૦૦ કરોડથી વધારીને ૩૦ હજાર કરોડ રૂપિયા સુધીની જાેગવાઈ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/