fbpx
રાષ્ટ્રીય

મેટ્રો પ્રોજેક્ટઃ ચેન્નાઈ-બેંગલુરુ-નાગપુર-નાસિક અને કોચ્ચિમાં મેટ્રોનું વિસ્તરણ કરાશે બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત, રેકોર્ડ ૧.૧૦ લાખ કરોડ ફાળવાયા

૨૭ શેહરોમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે,ડિસેમ્બર ૨૦૨૩ સુધી બ્રોડ ગેજ રેલ પાટાનું વિદ્યુતીકરણનું કામ પૂરી થઇ જશે

નાણાં મંત્રી ર્નિમલા સીતારમને વર્ષ ૨૦૨૧-૨૨નો બજેટ રજૂ કરતાં કેટલી મહત્વની જાહેરાતો કરી. ખાસ કરીને બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત કરાઇ. તેમણે કહ્યું કે, રેલવે માટે રેકોર્ડ ૧,૧૦,૦૫૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ૨૦૨૧-૨૨માં મૂડી ખર્ચ માટે ૧,૦૭,૧૦૦ કરોડ રૂપિયા છે.

બજેટમાં કોચ્ચિ, ચેન્નાઈ, બેંગલુરુ, નાગપુર અને નાસિક મેટ્રો રેલ લાઈનમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને હવે મેટ્રો બનાવવામાં લાઈટ અને નિયો નામની બે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

ર્નિમલા સીતારમને કહ્યું કે, ડિસેમ્બર ૨૦૨૩ સુધી બ્રોડ ગેજ રેલ પાટાનું વિદ્યુતીકરણનું કામ પૂરી થઇ જશે. ભારતીય રેલવેએ ૨૦૩૦માં ભારત માટે એક રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરી છે. આ યોજના ૨૦૩૦ સુધી ભવિષ્ય માટે તૈયાર રેલવે પ્રણાલી બનાવવાની છે.
નેશનલ રેલ પ્લાન ૨૦૩૦ તૈયાર છે. ફ્યૂચર રેડી સેલ સિસ્ટમ બનાવવું આપણું લક્ષ્યાંક છે. મેક ઈન્ડિયા ઉપર ફોકસ કરવું જરૂરી છે. અને મોદી સરકાર એ જ કરશે. ૨૦૩૦ સુધી બ્રોડ ગેજ લાઈનનું વિદ્યુતી કરણ કરાશે. વેસ્ટર્ન એન્ડ ઈસ્ટન ફ્રેન્ડ કોરિડોર જૂન ૨૦૨૨ સુધી તૈયાર થઈ જશે. સોન નગર ગોમો સલેક્શન પીપીપી મોડલ પર બનશે.

રેલવેને લઇ બજેટમાં શું?
રેલવેમાં ૧ લાખ ૧૦ હજાર ૫૫ કરોડની ફાળવણી
રેલવેમાં કેટલીક વધુ ફ્રેટ કોરીડોરની યોજના
બ્રોડગેજ માટે વિદ્યુતીકરણનું કામ તેજ કરાશે
૨૦૨૨ સુધી બંને ફ્રેટ કોરીડોરનું કામ શરૂ કરાશે
પર્યટક રુટ માટે રેલવેનો નવો પ્લાન
મેક ઇન ઇન્ડિયા પર વધુ જાેર અપાશે
૨૦૩૦થી નવી રેલ યોજના શરૂ થશે
મેટ્રો પ્રોજેક્ટ માટે શું?
મેટ્રો પ્રોજેક્ટ માટે કેન્દ્રની નવી યોજના
બે પ્રકારની મેટ્રોઃ મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો
મેટ્રોના વિસ્તાર માટે કેન્દ્ર મદદ કરશે
વધુ કેટલાક શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ થશે
મેટ્રો માટે ૧૧ હજાર કરોડની ફાળવણી
કોચ્ચિ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટ
હાલ ૭૦૨ કિલોમીટર સુધી મેટ્રો ચાલી રહી છે
૨૭ શહેરમાં કુલ ૧ હજાર ૧૬ કિલોમીટર રૂટ પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે
ઓછા ખર્ચ મેટ્રો લાઇટ્‌સ અને મેટ્રો નિયો શરૂ કરાશે
કોચ્ચિ મેટ્રોમાં ૧૯૦૦ કરોડના ખર્ચે ૧૧ કિમીનો રૂટ તૈયાર કરાશે
ચેન્નાઇમાં ૬૩ હજાર કરોડના ખર્ચે ૧૮૦ કિમી લાંબો રૂટ તૈયાર કરાશે
બેંગલુરુમાં ૧૪ હજાર ૭૮૮ કરોડના ખર્ચે ૫૮ કિમી લાંબી મેટ્રો લાઇન બનશે
નાગપુરમાં ૫ હજાર ૯૭૬ કરોડ અને નાસિકમાં ૨ હજાર ૯૨ કરોડના ખર્ચે મેટ્રો બનશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/