fbpx
રાષ્ટ્રીય

બીજેપી ગેસથી ભરેલો એક ફુગ્ગોઃ મમતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ડાન્સ વીડિયો વાયરલ

પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને જાેતા રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે અને તમામ પાર્ટીઓના નેતા લોકો સાથે જાેડાવા માટે અલગ-અલગ રીતો અપનાવી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક કાર્યક્રમમાં ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે. મમતા બેનર્જી અલીપુરદ્વાર જિલ્લામાં પહોંચ્યા અને ફલકટામાં એક સામૂહિક સમારંભમાં હાજરી આપી. લગ્ન સમારંભમાં પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ અને જ્યારે ડાન્સ કરી રહેલા કલાકારોએ મમતા બેનર્જીનો હાથ પકડીને સીટ પરથી ઉભા કર્યા તો તેઓ પોતાને રોકી શક્યા નહીં.

મમતા બેનર્જીએ તેમની લાથે ડાન્સ કર્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફરીથી જીત નોંધાવીને ફરી સત્તામાં આવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ચિંતાની કોઈ જરૂર નથી. મા, માટી, માનુષની સરકાર ફરીથી સત્તામાં આવી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજેપી ગેસથી ભરેલો એક ફુગ્ગો છે, જે ફક્ત મીડિયામાં જ જીવતો છે. બીજી તરફ બંગાળમાં જીતવા માટે બીજેપીના તમામ નેતા જમીન સ્તર પર ઉતર્યા છે અને દિલ્હીમાં રણનીતિ બનાવવામાં આવી રહી છ. ગૃહમંત્રી અમિત શાહે ખુદ ‘મિશન બંગાળ’ની કમાન સંભાળી રાખી છે.

‘રથયાત્રા’ના રૂપમાં રાજ્યભરમાં ૫ રેલીઓ
અમિત શાહ અને જેપી નડ્ડાની સાથે દિલીપ ઘોષ, શુભેંદુ અધિકારી, કૈલાશ વિજયવર્ગીય આ બેઠકમાં સામેલ રહેશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં બીજેપીની ઇલેક્શન કમિટીની તૈયારી, રથયાત્રાની રૂપરેખાને અંતિમ રૂપ આપવું અને પોતાના સંગઠનના જરૂરી કાર્યક્રમોને લઇને વાતચીત થશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપીએ મમતા બેનર્જી સરકાર પાસે રથયાત્રા નીકાળવાની પરવાનગી માંગી છે. બીજેપી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ‘રથયાત્રા’ના રૂપમાં રાજ્યભરમાં ૫ રેલીઓ કરવા ઇચ્છે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/