fbpx
રાષ્ટ્રીય

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ નાસાના કાર્યકારી પ્રમુખ બન્યા

ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી નાસાનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જાે બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યાને આ મહત્ત્વની જવાબદારી આપી છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ બાઈડનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે.

સોમવારે રાતે નાસાએ એક નિવેદનમાં કહ્યું- ભવ્યા દરેક રીતે આ પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. તેઓ ૨૦૦૫થી ૨૦૨૦ સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટના ડિફેન્સ એનેલિસિસ વિંગમાં મેમ્બર અને રિસર્ચર રહ્યાં છે.

નિવેદનમાં આગળ કહેવાયું છે-સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની જ નહીં, પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/