fbpx
રાષ્ટ્રીય

બીઓબીના કરોડો ગ્રાહકો ૧ માર્ચથી નહીં કરી શકે નાણાની લેવડ-દેવડ

જાે તમારું પણ બેંક ઓફ બરોડામાં ખાતું છે તો આપના માટે આ મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા દેના બેંક અને વિજયા બેંકનું બીઓબીમાં મર્જર કરી દીધું હતું, ત્યારબાદ આ બેંકોના ગ્રાહક બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. પહેલી માર્ચ બાદથી બેંક પોતાના આઈએફએસસીકોડ માં ફેરફાર કરવા જઈ રહી છે.

તો તમે હવે ફટાફટ પોતાનો નવો આઈએફએસસીકોડ નોંધી લો નહીં તો ૧ માર્ચ ૨૦૨૧ બાદ તમે નાણા ટ્રાન્સફર નહીં કરી શકો. બેંકે જણાવ્યું કે પહેલી માર્ચ બાદ ગ્રાહકોને જૂના આઈએફએસસીકોડ કામ નહીં કરે. દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડાએ ટ્‌વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. બેંકે ટ્‌વીટમાં લખ્યું છે કે, પ્રિય ગ્રાહકો કૃપયા ધ્યાન દો, ઇ-વિજયા અને ઇ-દેના આઈએફએસસીકોડ ૧ માર્ચ ૨૦૨૧થી બંધ થવા જઈ રહ્યા છે. ઇ-વિજયા અને દેના બેંકની શાખાઓ પરથી તમે નવા આઈએફએસસીકોડ પ્રાપ્ત કરી લો. ચરણોનું પાલન કરો અને સુવિધાઓનો અનુભવ લો.

જાે તમે આઈએફએસસીકોડને લઈ કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા છો તો તમે ૧૮૦૦ ૨૫૮ ૧૭૦૦ આ ટોલ ફ્રી નંબર પર કૉલ કરી શકો છો કે પછી તમે બેંકની બ્રાન્ચ પર પણ વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત પંજાબ નેશનલ બેન્કે પણ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે ઓરિએન્ટ્‌લ બેંક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને આઈએફએસસી/એમઆઈસીઆર કોડ માત્ર ૩૧ માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ આપને બેંકથી નવા કોડ અને ચેકબુક લેવા પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/