fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી ત્રણેય કૃષિ કાયદા તુરંત રદ્દ કરેઃ સુખબીર સિંઘ બાદલ

કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન વચ્ચે, અકાલી દળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કાયદાઓ રદ્દ કરવા વિનંતી કરી છે.

શિરોમણિ અકાલી દળના નેતા અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંઘ બાદલે શનિવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દેશનો અવાજ સાંભળવો જાેઈએ અને કૃષિ કાયદાને રદ્દ કરવો જાેઈએ.

અકાલી નેતા સુખબીર સિંઘ બાદલે કહ્યું, “હું વડા પ્રધાન મોદીને કહેવા માંગુ છું કે દેશનો અવાજ, દેશના ખેડુતોને સાંભળવો જાેઈએ અને આ ૩ કાયદાને જ રદ કરવામાં આવે.”
ઉલ્લેખનીય છે કે,, અકાલી દળના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે કહ્યું કે, “નિર્દોષ યુવાનોને છોડવા અને તેમના વિરુદ્ધના કેસ બંધ કરવા દિલ્હી જવાની કેપ્ટન સાહેબ (પંજાબના સીએમ અમરિંદર સિંહ) ની ફરજ છે. ૨૦૦ – ૩૦૦ યુવાનોના જીવનને બગાડે નહીં. ૨૬ જાન્યુઆરીથી, તે યુવાનોને બંધ રાખવામાં આવ્યા છે, લાલ કિલ્લા પોલીસ સ્ટેશનમાં એક પણ એફઆઈઆર થઇ છે?

આપને જણાવી દઈએ કે એનડીએમાં ભાજપના જૂના સહયોગી શિરોમણિ અકાલી દળ (એસએડી) એ કૃષિ કાયદાને લઈને ગઠબંધન તોડી નાખ્યું છે. તે જ સમયે, કેન્દ્રિય પ્રધાન રહેલી હરસિમરત કૌર બાદલે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/