fbpx
રાષ્ટ્રીય

સેનાના ૬૦૦ જવાન તૈનાત કરાયા, હરિદ્વાર સુધી એલર્ટ, મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા તબાહીઃ અનેક લોકો તણાયાંની આશંકા

૧૫૦થી વધુ લોકોના મોતની આશંકા, ૧૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું અનુમાન, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું
રેણી ગામમાં મોટી તારાજીની આશંકા, રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે, ધુલિયાગંગા નદીનું પાણીનું લેવલ વધતા ગ્લેશિયર તૂટ્યું, જ્યાં જુઓ ત્યાં તબાહી…તબાહી, ઋષિ ગંગા પ્રોજેક્ટને મોટનું નુકસાન

ઉત્તરાખંડના ચમૌલીના રેણી ગામ નજીક ગ્લેશિયર તુટ્યો છે. આ ગ્લેશિયર તુટવાના કારણે અહીંના પાવર પ્રોજેક્ટ ઋષિ ગંગાને મોટું નુંકસાન પહોંચ્યું છે. સાથે જ ધૌલીગંગા ગ્લેશિયરની તબાહી સાથે તપોવનમાં બેરેજને મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે.
તંત્રની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હજુ સુથી સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થઈ રહી કે આ તબાહીમાં કેટલું નુંકસાન થયું છે પરંતુ સ્થાનિકોએ બનાવેલા વીડિયો પરથી આ દુર્ઘટનાનો અંદાજાે લગાવી શકાય છે. હાલ રાહત બચાવની કામગીરી માટે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. અહીં સ્થિતિને પહોંચી વળવા સેનાના ૬૦૦ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં જાનમાલનું મોટું નુંકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે આઠ થી નવ વાગ્યા વચ્ચેની છે. આ ઘટનાને લઈને તંત્ર એલર્ટ થઈ થયું છે. દ્ગડ્ઢઇહ્લની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ ગ્લેશિયર ચમેલી થઈને ઋષિકેશ સુધી પહોંચશે. જેને લઈને જાેશીમઠ, શ્રીનગર સુધી હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે.

ચમોલીમાં ધૌલીગંગામાં મોટી હોનારત સર્જાય જેના કારણે ઋષિ ગંગા પ્રોજેક્ટને મોટું નુંકસાન પહોંચ્યું છે. આ પ્રોજેક્ટમાં કામ કરતા ૧૫૦ લોકો ગુમ છે. ઉત્તરાખંડના મુખ્યસચિવ ઓમ પ્રકાશે જણાવ્યું કે, ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને કારણે ૧૦૦-૧૫૦ની જાનહાનિની આશંકા છે. આ પહેલા સ્થાનિક પ્રશાસને કહ્યું કે ઘટનામાં ૧૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થવાની આશંકા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી મચી છે. આ આપદા બાદ ઉત્તરપ્રદેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગંગા કિનારાવાળા જિલ્લામાં તંત્રને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના બિજનૌર, કનૌજ, ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાઝીપુર, વારાણસીમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી રાવતે ટ્‌વીટ કરી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યું કે, જાે તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયા છો, કોઈ પણ પ્રકારની મદદની જરૂર છે તો કૃપા કરી ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરના નં. ૧૦૭૦ અથવા ૯૫૫૭૪૪૪૪૮૬ સંપર્ક કરે. કૃપા કરી અફવા નહી ફેલાવો, હું પોતે ઘટના સ્થળે જવા રવાના થઈ રહ્યો છું, મારી સૌને વિનંતિ છે કે કૃપા કરી કોઈ જુનો વીડિયો શેર કરી દહેશત નહી ફેલાવતા. સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. તમે સૌ ધીરજ રાખજાે.

ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે કહ્યું કે, ચમોલી જિલ્લામાં એક આપદાની માહિતી મળી છે. જિલ્લા તંત્ર, પોલીસ અને ડિઝાસ્ટર સહિતના સંબંધિત વિભાગોને પરિસ્થિતિને પહોંચી વળવા સુચના આપી દેવામાં આવી છે.

એ પણ નિવેદન જાહેર કરતા કહ્યું કે, રેણી ગામ નજીક ધૌલીગંગામાં ભારે પુર જાેવા મળ્યું છે. ત્યાં આભ ફાટવાના કારણે જળાશય તુટવાના કારણે કેટલાંક જળસ્ત્રોતમાં પુરની સ્થિતિ આવી ગઈ છે અને ઘણી નદીઓના કિનારે ઘર તુટ્યા છે. જાનમાલ હાનિની નુંકસાનની સંખ્યા વધવાની શક્યતા છે. બચાવ કામગીરી માટે સેંકડો ના જવાન પહોંચી ગયા છે.
આ દુર્ઘટના એવા સમયે આવી છે જ્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં વર્તમાન પૂરની પરિસ્થિતિએ લોકોને ૨૦૧૩ માં કેદારનાથ ધામની દુર્ઘટનાની યાદ અપાવી છે જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પાવર પ્રોજેક્ટ ધ્વસ્ત
ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટ્યો છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પણ ધ્વસ્ત થવાની વિગતો સામે આવી રહી છે. આ દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/