fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારનો ટિ્‌વટરને આદેશ ટ્‌વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ ૧૨૦૦ જેટલા એકાઉન્ટ હટાવવા હુકમ

ખેડૂત આંદલનની આડમાં ભારતમાં હિંસા અને અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિદેશથી સતત ટિ્‌વટ થઇ રહ્યા છે. જેની અંદર સેંકડો ટિ્‌વટ પાકિસ્તાની અને ખાલિસ્તાની સમર્થક ટિ્‌વટર હેન્ડલ પરથી કરવામાં આવી રહ્યા છે. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતની એકતા અને અખંડતા માટે જાેખમી ૧૧૭૮ એકાઉન્ટની માહિતિ ટિ્‌વટરને સોંપી છે અને તેના ઉપર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે ટિ્‌વટરના સીઇઓ જૈક ડોર્સી દ્વારા પણ આવા ટિ્‌વટને લાઇક કરવામાં આવી રહ્યા છે. મંત્રાલય દ્વારા આવા એકાઉન્ટની યાદી ચાર ફેબ્રુઆરીના દિવસે જ ટિ્‌વટરને સોંપી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી ટિ્‌વટર દ્વારા તેમના ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પહેલા ૩૧ જાન્યુઆરીના દિવસે પણ સરકારે ટિ્‌વટર ઉપરથી ૨૫૭ એકાઉન્ટને બ્લોક કરવા માટે કહ્યું હતું. જાે કે તે સંબંધમાં પણ હજુ સુધી ટિ્‌વટરે કોઇ કાર્યવાહી કરી નથી. આ તમામ ૨૫૭ એકાઉન્ટ ફાર્મર જેનોસાઇડ હેશટેગ સાથે થયેલી ટવિટ સાથે જાેડાયેલા છે. ટિ્‌વટર દ્વારા આવા હેન્ડલ પર કાર્યવાહી કરવાની જગ્યાએ તેને અભિવ્યક્તિની આઝાદી ગણાવી છે.

ટિ્‌વટરના આવા વર્તન સામે હવે સરકાર કાર્યનાહી કરવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાે સરકારના આ નિર્દેશો ટિ્‌વટરને યોગ્ય નથી લાગતા તો કંપની સરકારને અદાલતમાં પડકારી શકે છે. પરંતુ ટિ્‌વટર તરફથી હજુ સુધી સરકારને અદાલતમાં કોઇ પડકાર આપ્યો નથી. સરકારે ટિ્‌વટરને જણાવ્યું છે કે સરકારે આઇટી એક્ટના સેક્શન ૬૯એ અંતર્ગત આ બધા નિર્દેશ કર્યા છે. કારણ કે ટિ્‌વટરના કારણે આંદોલનને લઇને ખોટી માહિતિનો પ્રસાર કરી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/