ખેડૂત આંદોલનઃ સિંધુ બોર્ડર પર વધુ એક ખેડૂતનું મોત
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. ઘટના દિલ્હી-હરિયાણા વચ્ચે આવેલા સિંધુ બોર્ડરની છે. મૃતકનું નામ હરિંદર અને ઉંમર ૫૦ વર્ષ છે. તેઓ પાનીપત જિલ્લાના સેવા ગામમાં રહેચા હતા. આ પહેલાં સોમવારે પીજીઆઈ રોહતકમાં એક વૃદ્ધ જવાનનું મોત થયું હતું. તેમને ૧૬ જાન્યુઆરીએ ઠંડી લાગવાના કારણે ટીકરી બોર્ડરથી લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટીકરી બોર્ડર પર રવિવારે એક ખેડૂતનો મૃતદેહ બગીચામાં ઝાડ પર લટકતો જાેવા મળ્યો હતો. તેમનું નામ કર્મવિર સિંહ હતું. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું, ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ. મોદી સરકાર બસ તારીખ પર તારીખ આપી રહી છે. કોઈ નથી કહેતું કે કાળો કાયદો ક્યારે પરત લેવામાં આવશે. સોનીપતની સિંધુ બોર્ડર પર અત્યાર સુધી ૧૭ ખેડૂતો જીવ ગુમાવી બેઠા છે.
Recent Comments