રાજ્યસભામાં ગુંજ્યો કૃષિ કાયદાનો વિરોધ દેશમાં બે-ચાર લોકોને ફાયદો કરાવવા માટે કૃષિ કાયદો બનાવામાં આવ્યોઃ સિબ્બલ

કૃષિ કાયદાને લઇને અવારનાવર વિપક્ષના નિશાને રહેલી કેન્દ્ર સરકારને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે ફરીવાર મોદી સરકારને ઘેરી છે. રાજ્ય સભામાં બજેટ ૨૦૨૧-૨૨ પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આપણા દેશમાં કોઈપણ ક્ષેત્ર આર્ત્મનિભર નથી. દેશમાં બે-ચાર લોકોને ફાયદો કરાવવા માટે કૃષિ કાયદો બનાવાવમાં આવ્યો છે.
કોંગ્રેસી સાંસદે વધુમાં જણાવ્યું કે અમેરિકા જેવા દેશમાં દર વર્ષે ખેડૂતોને ૬૨ હજાર ડોલરની સબસિડી મળે છે. તેની સામે ભારતના ખેડૂતો માત્ર એમએસપી માગી રહ્યા છે. તે પણ સરકાર દ્વારા આપવામાં આવતી નથી. સિબ્બલે વધુમાં કહ્યુ કે, બજેટમાં પણ દેશના કેટલાક રાજ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
સિબ્બલે કહ્યું કે, પશ્વિમ બંગાળ, આસામ, તમિલનાડુ જેવા રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. જેથી આવા રાજ્યો માટે બજેટમાં વધુ યોજનાઓની ફાળવણી કરવામાં આવી છે. એક તરફ આપણે આર્ત્મનિભર ભારતની વાત કરીએ છીએ પરંતુ આર્ત્મનિભર ભારતમાં ખેડૂતોને આંદોલન કરવા પડે છે. પીએમ મોદી ખેડૂતોની વાત સાંભળતા નથી અને પોતાની વાત સંભળાવી રહ્યા છે.
Recent Comments