fbpx
રાષ્ટ્રીય

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વડાપ્રધાને ભાજપ કાર્યકરોને સંબોધ્યા


અમારી પાર્ટીમાં વંશવાદ નહીં કાર્યકર્તાઓને સ્થાન,રાજનીતિમાં પણ રાષ્ટ્રનીતિ સર્વોપરી
આર્ત્મનિભર ભારત બનવા તરફ આગળ વધ્યું ભારત,કોરોના કાળમાં દેશે અંત્યોદયની ભાવનાને સામે મૂકી,બહુમતથી સરકાર ચાલે છે, સહમતીથી દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જનસંઘના સંસ્થાપકોમાંથી એક રહેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતની વિદેશ નીતિ દબાણ મુક્ત થઇને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આગળ વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે એક એવી અર્થવ્યવસ્થાનો મંત્ર દીનદયાળજીએ આપ્યો, જેમાં સમગ્ર ભારત સામેલ રહ્યું.

પીએમ મોદીએ કહ્યું કે દીનદયાળ ઉપાધ્યાય સતત સમાજ અને આપણને પ્રેરણા આપવાનું કામ કરતાં આવ્યાં છે. દીનદયાળજીના વિચારોમાં દર વખતે નવી તાજગી જાેવા મળે છે. વર્તમાન સમયમાં પણ તેમના વિચાર એટલા જ પ્રાસંગિક છે, જેટલા પહેલા હતાં.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે નેતાજી સુભાષ ચંદ્ર બોસને લગતી ફાઇલો ખોલી, તેમને જે સન્માન મળવુ જાેઇતું હતું તે અમારી સરકારે આપ્યુ. પીએમ મોદીએ કહ્યું કે કેટલાંક દિવસોમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે, અમારે જનતા વચ્ચે જવાનું છે. દેશે અમારી નીતિ અને હેતુને પારખી, તેને લઇને અમે આગળ વધીશું. પીએમ મોદીએ બીજેપીના કાર્યકર્તાઓને કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થઇ રહ્યાં છે, તેવામાં તમામ કાર્યકર્તા ૭૫ કામ જરૂર કરે અને તેનો હિસાબ રાખે.

પીએમ મોદીએ કહ્યું કે એક અમારી વિચારધારા દેશ ભક્તિની છે, અમારી રાજનીતિમાં પણ રાષ્ટ્રનીતિ સર્વોપરિ છે. પીએમ મોદીએ કહ્યું કે બહુમતથી ફક્ત સરકાર ચાલે છે, દેશ સહમતિથી ચાલે છે. અમે અમારા રાજનીતિક વિરોધીઓનું સમ્માન કરીએ છીએ. અમે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપ્યો, તરુણ ગોગોઇને પણ પદ્મ સમ્માન આપ્યુ. અમારી પાર્ટીમાં વંશવાદ નહી કાર્યકર્તાને સ્થાન આપવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે સત્તાની તાકાતથી તમને સિમિત સમ્માન મળી શકે છે. પરંતુ વિદ્વાનનું સમ્માન દરેક જગ્યાએ થાય છે. દીનદયાળ એક વિચાર લઇને આગળ વધી રહ્યાં હતાં, પરંતુ તે અન્ય વિચાર વાળાઓની સાથે પણ સહજ હતાં. દીનદયાળજીએ પોતાની પોલીટિકલ ડાયરીમાં નહેરૂજીની સરકારની આલોચના કરી હતી પરંતુ જ્યારે તે પુસ્તકને પ્રકાશિત કર્યુ ત્યારે તેમણે કોંગ્રેસ નેતા સંપૂર્ણાનંદ પાસે જ લખાવ્યુ.

પીએમ મોદીએ કહ્યું કે દીનદયાળ કહેતાં હતાં કે એક સબળ રાષ્ટ્ર જ વિશ્વનું કલ્યાણ કરી શકે છે, આર્ત્મનિભર ભારત પણ આનું જ ઉદાહરણ છે. કોરોના કાળમાં દેશે અંત્યોદયની ભાવનાને સામે મૂકી. કોરોનાકાળમાં ભારત દુનિયાને વેક્સીન આપી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં ડિફેંસ કોરિડોર, સ્વદેશી હથિયાર, તેજસ જેવા વિમાન પણ બની રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/