fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના અનુભવો પર આધારિત કેન્દ્રીય બજેટઃ નાણાપ્રધાન


કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં-માફ નથી કર્યા, મહામારીના કપરા સમયમાં પણ સરકારે આર્થિક સુધારા માટે ભર્યા પગલા, અમે ન જમાઈ માટે કામ કરીએ છીએ ન ક્રોની માટેઃ નાણામંત્રી

નાણામંત્રી ર્નિમલા સીતારામને શનિવારે કેન્દ્રીય બજેટને દેશને ‘આર્ત્મનિભર’ બનાવવાની ભૂમિકા ગણાવી હતી અને કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કપરા સમયમાં પણ સરકારને આર્થિક સુધારાઓ માટે પગલા ભરતા અચકાઈ નથી. સીતારામને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ પર લોકસભામાં થયેલી ચર્ચાના જવાબમાં એમ પણ કહ્યું કે સુધારણા પગલાં લેવાનો ઉદ્દેશ ભારતને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંનો એક બનાવવાનો છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની મંદીને ધ્યાનમાં રાખીને આ બજેટ ઘણા નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી લાવવામાં આવ્યું છે અને આ બજેટમાં ભારતની આર્ત્મનિભર બનવાની ભૂમિકા છે. નાણાં પ્રધાને કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ હજી કેટલાક અન્ય દેશોમાં છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે કામ કરવામાં આવ્યું હતું અને અહીં પરિસ્થિતિ સાથે કેવી રીતે સામનો કરવામાં આવ્યો છે, તેનું પરિણામ એ આવ્યું છે. અર્થતંત્ર ટકાઉ છે તેઓ આગળ વધી રહ્યા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહામારીની પડકારજનક સ્થિતિ પણ દેશના લાંબા ગાળાના વિકાસ માટે સુધારાનાં પગલાં લેવામાં સરકારને રોકી શકી નથી.

નાણાપ્રધાન ર્નિમલા સીતારામને લોકસભામાં શનિવારે બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં ફરી એક વાર કોંગ્રેસ અને વિપક્ષ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ કેમ પહેલાં કૃષિ કાયદાઓને ટેકો આપતી હતી? જે હવે બદલાઈ ગઈ છે? ખેડૂતોને જ્ઞાન આપતી કોંગ્રેસ અનેક રાજ્યોમાં ચૂંટણી જીતવા કહેતી હતી કે અમે કૃષિ લોન આપીશું, પણ મધ્ય પ્રદેશમાં એ લાગુ નથી થયું. કોંગ્રેસે મત મેળવીને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે. કોંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં દેવાં માફ નથી કર્યાં. આશા છે કે કોંગ્રેસ આ બાબતે નિવેદન આપશે, પણ નથી આપ્યું. કોંગ્રેસ પરાળી વિષય પર પંજાબમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક રાહત અપાવશે, પણ એ પણ નથી થયું.

તેમણે નામ લીધા વિના વિપક્ષી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે આઝાદીથી સત્તામાં રહેલી પાર્ટીને ૧૯૯૧ માં આર્થિક સુધારા વિશે જાણ થઈ હતી અને આ સરકાર અને વડા પ્રધાનને વારંવાર આર્થિક સુધારા અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. સીતારામને કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંબોધનમાં ખેડુતો, મૂડી બનાવનારા ઉદ્યમીઓ (સંપત્તિ નિર્માતાઓ) વિશે પણ વાત કરી. આ ઉદ્યોગસાહસિકો વિના અર્થતંત્ર કેવી રીતે ચાલશે?

તેમણે કહ્યું કે આ સવાલ વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે કે આ બજેટમાં કૃષિ ક્ષેત્રની ફાળવણી કેમ ઓછી કરવામાં આવી? તેમણે કહ્યું કે આ વસ્તુ ખોટી રીતે મુકવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું, “આ સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા લગભગ ૧૦.૭૫ કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. ૧.૧૫ લાખ કરોડનો નફો ટ્રાન્સફર કર્યો. પીએમ મોદીના અનુભવો પર આધારિત બજેટ

નાણામંત્રીએ કહ્યું, આ બજેટ પીએમ મોદીના અનુભવો પર આધારિત છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે ૧૯૯૧ પછી લાઇસન્સ અને કોટા રાજ ખતમ થઇ રહ્યું હતું અને ગુજરાતમાં ઘણા કામો થઇ રહ્યા હતા. અને એ જ અનુભવના આધારે રિફોર્મ્સને બજેટમાં સામેલ કરવાં આવ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/