fbpx
રાષ્ટ્રીય

દેશભક્ત અને દેશદ્રોહીમાં અંતર ન ઓળખી શક્યા પ્રધાનમંત્રીઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તરપ્રદેશના બિજનૌરમાં ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી. જેમાં તેમણે મોદી સરકારને આડેહાથ લીધી હતી.
પ્રિયંકા ગાંધીએ અહીં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બે વખત જનતાએ પસંદ કર્યા, કારણ કે લોકોને તેનાથી લોકોને કંઇક આશા રહી હશે. તેમણે વારંવાર રોજગાર, ખેડૂતોની વાત કરી, પરંતુ હવે તેમના રાજમાં કંઇ નથી થઇ રહ્યું.

પ્રિયંકા ગાંધીએ અહીં સવાલ કર્યા કે, ૨૦૧૭થી અહીં ઘઉંના ભાવ નથી વધ્યા. પીએમ મોદીએ ખેડૂતોને બાકીના પૂરા નથી કર્યા, પરંતુ પોતાના માટે ૧૬ હજાર કરોડનું વિમાન ખરીદી લીધું છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર જે નવા કાયદા લાવી છે, તેનાથી ઉદ્યોગપતિ જમાખોરી કરી શકે છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સાથે જ હવે લોકો પોતાની બજારો ખોલી શકશે, સરકાર બજારોમાં ટેક્સ લેવામાં આવશે. પ્રાઇવેટ બજારોમાં એમએસપી મળવાની બંધ થઇ જશે. સાથે જ પાક લેવો કે નહીં, તે ઉદ્યોગપતિની મરજી હશે. પ્રિયંકા ગાંધીએ પ્રહાર કર્યા કે, નવા કાયદાથી માત્ર ઉદ્યોગપતિઓનું ભલુ થશે અને ખેડૂતોનું ક્યાંય સાંભળવામાં નહીં આવે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બધા જાેઇ રહ્યા છે કે, બે-ત્રણ લોકોને વેચી દેવામાં આવી રહ્યું છે. પીએમ મોદી અમેરિકા, ચીન અને પાકિસ્તાન જઇ શકે છે પરંતુ દિલ્હીમાં બેઠેલા ખેડૂતોને નથી મળી શકતા. પીએમ મોદીએ ખેડૂતોની મજાક ઉઠાવી અને તેમને આંદોલનજીવી-પરજીવી ગણાવ્યા. પ્રિયંકાએ કહ્યું કે, મોદીજી દેશભક્ત અને દેશદ્રોહીમાં ફરક ન ઓળખી શક્યા.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જેમણે તમને સત્તા પર બેસાડ્યા, તેમનો આદર કરો અને આ કાયદાઓને પરત લો. આ સરકારના કાર્યકાળમાં ખેડૂત, ગરીબની કમર તોડવામાં આવી અને અમીરોની મદદ કરવામાં આવી. પોતાના ભાષણના અંતમાં પ્રિયંકા ગાંધીએ આંદોલનમાં જે ખેડૂતોના મૃત્યુ થયા તેમના માટે બે મિનિટનું મૌન પણ રખાવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/