fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ફરી લોકડાઉનના ભણકારા

કોરોના વાઈરસના નવા કેસની સંખ્યામાં ૪૨ દિવસ સુધી ઘટાડો નોંધાવ્યા બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં આ રોગચાળાના નવા કેસ નોંધાયા છે અને એ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર ફરી ટોપ પર આવી ગયું છે. કેરળ બીજા સ્થાને ઉતરી ગયું છે. સત્તાવાળાઓને દહેશત છે કે ચેપનું નવું મોજું ફરી વળશે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે કોરોનાના નવા ૩,૩૬૫ કેસ નોંધાયા હતા.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે જાે કેસ વધવાનું ચાલુ રહેશે તો મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ અમારે કડક પગલું ભરવું પડશે. લોકો માસ્ક પહેરતા નથી. આ પરિસ્થિતિ ઘણી ગંભીર છે. એને કારણે આપણે આકરી કિંમત ચૂકવવી પડશે. દરમિયાન, અકોલા જિલ્લામાં કોરોનાના કેસ વધી જતાં જિલ્લા અધિકારીએ સમગ્ર જિલ્લામાં કફ્ર્યૂ લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. અનલોક કર્યા બાદ ફરી કફ્ર્યૂ લાગુ કરનાર મહારાષ્ટ્ર રાજ્યમાં આ બીજાે જિલ્લો બન્યો છે. આ પહેલાં અમરાવતી જિલ્લામાં કફ્ર્યૂનો આદેશ અપાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/