fbpx
રાષ્ટ્રીય

આંદોલન દેશની કાયાપલટ કરશે ખેડૂત આંદોલન દરમ્યાન કેન્દ્રની ભાજપ સરકારનું પતન થશેઃ ઓપી ચૌટાલા

ઓપી ચૌટાલાએ કહ્યું કે ખેડૂત આંદોલનના કારણે દેશમાં જે માહોલ બન્યો છે તેના કારણે સરકાર બદલવા ૫ વર્ષની રાહ નહી જાેવી પડે.
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ઇનલો સુપ્રિમો ઓપી ચૌટાલા જીંદ પહોંચી ગયા હતા. તે દરમિયાન તેમણે કેન્દ્ર અને હરિયાણાની સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન ભાજપની સરકારનુ પતન થઇ જશે અને દેશની અંદર મધ્યાવલી ચૂંટણી થશે.

આ આંદોલનની અસર સમગ્ર દેશની રાજનીતિ પર થશે અને માત્ર હરિયાણા જ નહી દેશ માટે ખેડૂત આંદોલન સારા સમાચાર લઇને આવશે. કારણકે જયારે અંગ્રેજાે વિરુદ્ઘ આંદોલન ચલાવવામાં આવ્યુ ત્યારે ૧૦૦ વર્ષથી પણ વધારે ચાલ્યુ હતુ પરંતુ તેના સુખદ પરિણામ આવ્યા હતા.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ કહ્યું કે ખેડૂતોએ બધી જ સુખ અને સુવિધા છોડીને સંઘર્ષની જે રાહ પકડી છે તેનાથી દેશનું વાતાવરણ બદલાઇ ગયુ છે. આંદોલનના કારણે પંજાબ અને હરિયાણાની કટુતા પ્રેમમાં બદલાઇ ગઇ છે. જે લોકો જાત પાતનું ઝેર ફેલાવતા હતા તે લોકોને આંદોલનના માધ્યમથી તમાચો મારી દેવામાં આવ્યો છે. ખેડૂત જાત પાત અને ધર્મની દિવાલો તોડીને સરકારના સુપડા સાફ કરવાનો ર્નિણય લઇ રહ્યાં છે. સત્તા પરિવર્તન જરૂરી છે અને આ સમયે જે દેશનો માહોલ છે તે હિસાબે સરકારને પલટવા માટે ૫ વર્ષની જરૂર નહી પડે.તેમણે કહ્યું કે, ખેડૂતોની હિંમત તેમજ હોંસલાનું પરિણામ જાેવા મળશે અને દેશમાં ૫ વર્ષ પહેલા જ ચૂંટણી યોજાશે. જનતાના ર્નિણય અને ઇચ્છા અનુસાર સરકાર બનશે. સરકાર બનાવવાનો ર્નિણય એવો હોવો જાેઇએ કે ભવિષ્યમાં કોઇ તકલીફ ન થાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/