fbpx
રાષ્ટ્રીય

ત્રણ કિશોરીઓ એક-બીજા સાથે બાંધેલી હતી, પીડિત પરિવારની સીબીઆઇ તપાસની માગ ઉ.પ્રદેશના ઉન્નાવમાં ચારો લેવા ગયેલી ત્રણ દલિત બહેનોમાંથી બેનાં મોત, એક ગંભીર

ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ જિલ્લાના બબુરાહા ટોલા ગામમાં બુધવારે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં બેભાન મળેલી ત્રણ બહેનોમાંથી બેનાં મોત થઈ ગયાં. ત્રીજી છોકરીની હાલત ગંભીર છે. ત્રણેય એક જ દુપટ્ટાથી બંધાયેલી હાલતમાં મળી હતી. મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. જેને જાેતાં પોલીસ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરી છે. આ ઘટના અંગે આખા ગામમાં ગુસ્સો છે. એવામાં અહીં મોટી સંખ્યામાં પોલીસફોર્સ તહેનાત કરાઈ છે. આ મામલા અંગે હવે પીડિત પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ન્યાય માંગવા માટે ઘણા લોકો ધરણા પર બેસી ગયા છે.
આ બધાની વચ્ચે વિસ્તારના લોકો ગામમાં ધરણા પર બેસી ગયા છે. તેમની માંગ છે કે પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં ન બેસાડવામાં આવે, પરિવારને ન્યાય આપવામાં આવે. લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવાતા નથી. જાે કે, ઉન્નાવ પોલીસે ટ્‌વીટ કરીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

પરિવારના લોકોના નિવેદનમાં વિરોધાભાસ છે, એટલા માટે પોલીસ એ પ્રમાણે પણ જાેઈ રહી છે કે શું અલગ અલગ સમય પર લોકોના પહોંચવાના કારણે નિવેદનમાં ફેર છે કે પછી પરિવારજનો જ સામેલ છે. પોલીસે આખા ખેતરને ઘેરી લીધું છે. ફોરેન્સિકની ટીમ પુરાવા ભેગા કરીને લઈ ગઈ છે. જેનાથી ઘટના વિશે જાણી શકાય.

ઉન્નાવના એસપીના જણાવ્યા પ્રમાણે, આ મામલામાં તપાસ ચાલી રહી છે. હાલ એક છોકરીની માતાએ જણાવ્યું કે, તેમની દીકરીઓના હાથ પગ નહોતા બાંધેલા, જ્યારે એક છોકરીના કાકાએ કહ્યું કે, છોકરીઓના હાથ પગ બાંધેલા હતા. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યાં છીએ.
બચી ગયેલી છોકરીને એરલિફ્ટ કરવાની માંગ

બચી ગયેલી છોકરીનું નિવેદન મહત્વનું છે, તેના દ્વારા જ ઘટનાની ભાળ મળી શકે એમ છે. ગંભીર સ્થિતિમાં છોકરી કાનપુરમાં દાખલ છે, તેણે સવારે એક જ વાર આંખ કોલી છે. કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. ઘટનાસ્થળે પોલીસના ઉચ્ચ અધિકારી હાજર છે. વિપક્ષ તરફથી છોકરીને એઈમ્સમાં દાખલ કરાવવાની માંગ કરાઈ રહી છે.

ઉન્નાવ મામલોઃ પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ઝેરી પદાર્થ મળી આવ્યો
ઉન્નાવમાં સગીર ફોઈ-ભત્રીજીનો શરૂઆતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમમાં ઝેરી પદાર્થ મળ્યાની પુષ્ટિ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, શરીરમાં ઝેરી પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. જાે કે અત્યારે કહેવું મુશ્કેલ છે કે આખરે આ ઝેરી પદાર્થ કયા પ્રકારનો છે. આ દરમિયાન કાનપુરની એક હૉસ્પિટલમાં બીજી એક ભત્રીજીની હાલત પણ ગંભીર છે. હવે ફોઈ અને ભત્રીજીના શરીરમાં મળેલા ઝેરને લેબમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/