fbpx
રાષ્ટ્રીય

વિજય યાત્રા દરમિયાન લેશે સભ્યપદ કેરળ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જાેડાશે ‘મેટ્રો મેન’ શ્રીધરન

મેટ્રોમેન ઇ શ્રીધનર બીજેપીમાં સામેલ થશે તેની ઘોષણા આજે કેરળ બીજેપીના અધ્યક્ષ કે સુરેંદ્રને પોતાની પ્રેસકોન્ફ્રેંસમાં કરી છે. ભાજપે ઇ શ્રીધરનને આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો અનુરોધ કર્યો છે. શ્રીધરન સત્તાવાર રૂપે ૨૧ ફેબ્રુઆરીએ આયોજિત વિજય યાત્રા દરમિયાન પાર્ટીનું સભ્યપદ લેશે. પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરનાર ‘મેટ્રો મેન’ ઇ શ્રીધરને ટ્રાન્સપોર્ટને એક નવો મુકામ આપ્યો છે.

દિલ્હીના વિકાસમાં ઇ શ્રીધરનના યોગદાનને કોઇ નથી જાણતુ, દિલ્હી મેટ્રોને શ્રીધનર વિકાસની ઉંચાઇએ લઇ ગયાં. સાથે જ કલકત્તા મેટ્રોની સંરચના પણ તેમણે જ તૈયાર કરી હતી. કોંકણ રેલવેમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ તેઓ જાણીતા છે. વર્ષ ૨૦૦૧માં તેમને પદ્મ શ્રી અને ૨૦૦૮માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા.

વર્ષ ૨૦૦૫માં ફ્રાન્સ સરકારે તેમને સન્માનિત કર્યા હતા. ટાઈમ મેગેઝીન પણ તેમને એશિયાના હિરો તરીકે સન્માન આપી ચૂકી છે. પલક્કડ જિલ્લાના કરૂકાપુથુર ગામમાં શ્રીધરનનો જન્મ થયો હતો. તેમની શરૂઆતનું શિક્ષણ સરકારી સ્કૂલમાં થયું હતું. સિવિલ એન્જીનયરીંગની ડિગ્રી તેમને આંધ્રપ્રદેશના કાકીનાડાથી પ્રાપ્ત કરી હતી. શરૂઆતના સમયમાં તેમણે ટીચીંગ પણ કર્યું હતુ. પરંતુ યુપીએસસી પાસ કર્યા પછી તેઓ રેલ્વેમાં સેવા આપવા લાગ્યા હતા. વર્ષ ૧૯૭૦માં કોલકાતામાં મેટ્રો જાેઈન કર્યા પછી શ્રીધરનની મેટ્રો મેન બનવાની વાત શરૂ થઈ હતી. શ્રીધરન વર્ષ ૧૯૯૫થી લઈને વર્ષ ૨૦૧૨ સુધી દિલ્હી મેટ્રોના પ્રબંધન સાથે જાેડાયેલા રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/