રાજસ્થાનમાં સેનાએ હેલિના એન્ટી ટેન્ક મિસાઇલનું પરીક્ષણ કર્યું
રાજસ્થાનમાં ભારતીય સેના અને એરફોર્સે સંયુક્ત રીતે હેલિના એન્ટી ટેન્ક મિસાઈલનુ પરીક્ષણ કર્યુ છે. ડીઆરડીઓના કહેવા પ્રમાણે આ મિસાઈલોને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવમાંથી લોન્ચ કરવામાં આવી હતી.એક પછી એક ચાર મિસાઈલેનુ પરીક્ષણ મિસાઈલની ઓછામાં ઓછી સાત કિલોમીટર અને વધારેમાં વધારે રેન્જની ચકાસણી કરવા માટે થયુ હતુ.
ડીઆરડીઓના અધિકારીઓના કહેવા પ્રમાણે આ પરીક્ષણ માટે જુની પુરાણી ટેન્કને ટાર્ગેટ તરીકે રાખવામાં આવી હતી.પરીક્ષણ સફળ રહ્યુ હતુ. એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ સેના દુશ્મન ટેન્કો પર હુમલો કરવા માટે કરે છે.
હેલિના મિસાઈલ ત્રીજી પેઢીનુ એન્ટી ટેન્ક મિસાઈલ છે અને તે ફાયર અને ફરગેટ સિસ્ટમ પર કામ કરે છે. મતબલ કે મિસાઈલને એક વખત લોન્ચ કરવામાં આવે તે પછી તે પોતાની ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને નિશાન પર પ્રહાર કરે છે. આ મિસાઈલ્સને ભારતમાં જ બનેલા ધ્રુવ હેલિકોપ્ટર પર ફિટ કરાઈ છે.જે રાતે પણ પ્રહાર કરવા માટે સક્ષમ છે.
Recent Comments