fbpx
રાષ્ટ્રીય

આરોગ્ય ક્ષેત્રે સુવિધા પૂરી પાડવા, સરકાર ચાર મોરચે કામ કરી રહી છે કોરોના દરમિયાન દુનિયાએ ભારતના હેલ્થ સેક્ટરની શક્તિ જાેઇઃ મોદી

આરોગ્ય ક્ષેત્રે બજેટ જાેગવાઈઓના અસરકારક અમલીકરણ પર વેબિનારને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવેલું બજેટ અભૂતપૂર્વ છે. આ દરેક દેશવાસીને સારી સ્વાસ્થ્ય સુવિદ્યા આપવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, કોરોનાએ આ પાઠ શિખવ્યું છે કે આપણે માત્ર આજે જ મહામારી સામે લડવાનું નથી, પરંતુ ભવિષ્યમાં આવનારી આવી કોઇપણ સ્થિતિ માટે પણ દેશને તૈયાર કરવો છે.

પીએમ મોદી અનુસાર, કોરોના દરમિયાન ભારતના હેલ્થ સેક્ટરે જે શક્તિ બતાવી છે, પોતાના જે અનુભવ અને શક્તિનું પ્રદર્શન કર્યું છે તેની દુનિયાએ ખૂબ જ નજીકથી નોંધ લીધી છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતના હેલ્થ સેક્ટરની પ્રતિષ્ઠા છે અને ભારતના હેલ્થ સેક્ટર પર વિશ્વાસ એક નવા સ્તરે પહોંચી ગયો છે.

તેમણે કહ્યું કે, ભારતને સ્વસ્થ રાખવા માટે અમે ચાર મોરચે એક સાથે કામ કરી રહ્યાં છે. પ્રથમ બીમારીને રોકવી, બીજું ગરીબથી ગરીબ લોકોને સસ્તી અને અસરકારક સારવાર આપવી. ત્રીજા મોરચે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ કેર પ્રોફેશનલ્સની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં વધારો કરવો. ચોથા મોરચે સમસ્યાઓમાંથી બહાર આવવા માટે મિશન મોડ પર કરા કરવું.
ટીવી રોગ વિશે ચર્ચા કરતાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાંથી ટીબી દૂર કરવા માટે અમે વર્ષ ૨૦૨૫ સુધીનો લક્ષ્ય રાખ્યો છે. ટીવી પણ સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્‌સથી જ ફેલાય છે. ટીબીમાં પણ માસ્ક પહેરવું, બીમારી અંગે વહેલી માહિતી મેળવવી અને સારવાર મહત્વના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/