fbpx
રાષ્ટ્રીય

રેલ્વે મુસાફરોને ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર આપશે

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર હવે રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરોને ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર આપવામાં આવશે.

આ પહેલા કોરોના વાયરસના કારણે ટ્રેનોના એસી કોચમાં અપાતા બેડરોલ બંધ કરાયા હતા અને પડદા પણ હટાવી દેવાયા હતા. એ પછી ટ્રેન સેવાઓ શરુ થઈ ત્યાર મુસાફરોને ઘરેથી ધાબળા કે ચાદર લાવવા માટે કહેવાયુ હતુ.

જાેકે હવે રેલવે દ્વારા ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદરનુ વેચાણ પ્લેટફોર્મ પર શરુ કરવામાં આવનાર છે.આ માટે દરેક સ્ટેશન પર કાઉન્ટર લગાવાશે.કાઉન્ટર લગાવવા માટે ટેન્ડર બહાર પડાશે.મુસાફરો કાઉન્ટર પરથી ધાબળા, ચાદર તેમજ સેનિટાઈઝર અને માસ્ક પણ ખરીદી શકશે.આ ધાબળા ચાદર મુસાફરો ઈચ્છે તો ઘરે પણ લઈ જઈ શકશે.

એક બેડિંગ કિટમાં એક ધાબળો, તકીયો અને ચાદર હશે.તેને રેલવેને પાછી આપવાની જરુર પણ નથી.આખી બેડિંગ કિટ માટે મુસાફરે ૨૫૦ રુપિયા ખર્ચવા પડશે જ્યારે માત્ર ચાદર લેવા માટે ૫૦ રુપિયા આપવાના રહેશે.ધાબળો ૧૦૦ રુપિયાનો મળશે અને ચાદર સાથે ઓશીકાની કિંમત ૧૦૦ રુપિયા રખાશે.

રેલવે સ્ટેશન પર સેનિટાઈઝન માટે પણ વ્યવસ્થા કરાઈ છે.૧૦ રુપિયામાં મુસાફર બેગ સેનિટાઈઝ કરાવી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/