યોગી સરકારની આઝમ ખાન પર સ્ટ્રાઇકઃ લોકતંત્ર સેનાની પેન્શન અટકાવ્યું

ઉત્તર પ્રદેશ સરકારે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી કરી છે. યોગી સરકારે આઝમ ખાનને મળતું લોકતંત્ર સેનાની પેન્શન અટકાવી દીધું છે. આઝમ ખાન વિરૂદ્ધ નોંધાયેલા વિવિધ ગુનાહિત કેસને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં આ પેન્શનની રકમ ૫૦૦ રૂપિયા પ્રતિ માસ હતી જે હવે વધીને ૨૦,૦૦૦ રૂપિયા થઈ ગઈ છે.
૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે કટોકટી સમયે જેલમાં જનારા લોકોને લોકતંત્ર સેનાની પેન્શન આપવાની શરૂઆત કરી હતી. તે અંતર્ગત આઝમ ખાનને પણ પેન્શન મળી રહ્યું હતું પરંતુ હવે યોગી સરકારે આઝમ ખાનનું પેન્શન અટકાવી દીધું છે. રામપુરમાં ૩૭ લોકોને લોકતંત્ર સેનાની પેન્શન આપવામાં આવી રહ્યું હતું.
કટોકટી સમયે આઝમ ખાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ સાથે જાેડાયેલા હતા અને જેલમાં ગયા હતા. લોકતંત્ર સેનાની પેન્શનની શરૂઆત થઈ ત્યારથી તેમને આ પેન્શનનો લાભ મળી રહ્યો હતો. બુધવારે રામપુર જિલ્લાના લોકતંત્ર સેનાનીઓના નામની નવી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં આઝમ ખાનના નામનો સમાવેશ નહોતો કરાયો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર આવી ત્યારે સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ અનેક કેસ નોંધાયા હતા. ખેડૂતોએ તેમના વિરૂદ્ધ જાૈહર યુનિવર્સિટી માટે જમીન કબજે કરી લેવાના ૨૬ કેસ નોંધાવ્યા હતા. હાલ સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ કુલ ૮૫ કેસ કોર્ટમાં વિચારાધીન છે અને છેલ્લા એક વર્ષથી આઝમ ખાન જેલમાં બંધ છે.
Recent Comments