ભારત-ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇઃ હોટલાઇન સ્થાપવા સંમતિ

ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચેથી સૈન્ય પાછુ હટાવવા માટે થયેલી સમજૂતિ વચ્ચે આજે બંને દેશના વિદેશ મંત્રીઓ એસ જયશંકર અને વાંગ યી વચ્ચે ૭૫ મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત થઈ હતી.
એ પછી વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ચીનને સંદેશો આપવામાં આવ્યો છે કે ગયા વર્ષે સરહદ પર સર્જાયેલા લશ્કરી તનાવના પગલે બંને દેશના દ્વિપક્ષીય સબંધો પર અસર પડી છે.જાે ફરી બંને દેશો વચ્ચે હિંસા થઈ તો સબંધોવ ધારે ખરાબ થશે.બંને મંત્રીઓએ સતત એક બીજાની સાથે સંપર્કમાં રહેવા માટે અને એક હોટલાઈન સ્થાપવા માટે સંમતિ આપી છે.
મંત્રાલયના કહેવા પ્રમાણે વિદેશ મંત્રી જયશંકરે વાંગ યીને મોસ્કોમાં યોજાયેલી બેઠકનો હવાલો આપીને કહ્યુ હતુ કે, એલએસી પર બીજા સ્થળોએ સર્જાયેલા તનાવને ઓછો કરવા માટે કાર્યવાહી થવી જાેઈએ.તમામ સ્થળોએથી સૈનિકો પાછા હટાવવાની પ્રક્રિયા પૂરી થયા બાદ બંને દેશો એક બીજાની સાથે શાંતિ સ્થાપવાની દિશામાં સારી રીતે કામ કરી શકશે.
Recent Comments