fbpx
રાષ્ટ્રીય

ગેસ સિલિન્ડરનો ભાવ ૭૯૪થી વધીને ૮૧૯ રૂપિયા થયો મોંઘવારીનો ડબલ ડોઝઃ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધુ ૨૫ રૂપિયાનો વધારા


એક સપ્તાહમાં બીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પહેલી માર્ચથી એટલે કે આજથી ફરી ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧૪.૨ કિગ્રા વજનવાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ હવે વધીને ૭૯૪ રૂપિયાથી ૮૧૯ રૂપિયા થઈ ગયા છે. અગાઉ ૨૫ ફેબ્રુઆરીના રોજ પણ એલપીજી ગેસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ તરફ કોલકાતામાં સબસિડીવાળા અને કોમર્શિયલ એમ બંને પ્રકારના ગેસ સિલિન્ડરની કિંમત વધી ગઈ છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાના વધારા બાદ હવે તેની કિંમત ૮૪૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં પહેલી ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં એલપીજી ગેસ સિલિન્ડર ૨૨૫ રૂપિયા મોંઘા થયા છે. પહેલી ડિસેમ્બરના રોજ એલપીજી ગેસની કિંમત ૫૯૪ રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ પહેલી જાન્યુઆરીના રોજ ૬૪૪ રૂપિયાથી વધીને ૬૯૪ રૂપિયા થઈ ગઈ હતી. બાદમાં ૪ ફેબ્રુઆરીએ ૬૯૪ રૂપિયાથી ૭૧૯ રૂપિયા અને તેના પછી ૧૫ ફેબ્રુઆરીએ ૭૧૯ રૂપિયાથી ૭૬૯ રૂપિયા થઈ ગઈ.

ત્યાર બાદ ૨૫ ફેબ્રુઆરીના રોજ એલપીજી ગેસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરાયો જેથી તેની કિંમત ૭૬૯ રૂપિયાથી વધીને ૭૯૪ રૂપિયા થઈ ગયેલી. હવે પહેલી માર્ચના રોજ એલપીજી ગેસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે સાથે જ તેની વર્તમાન કિંમત ૮૧૯ રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકાર પ્રત્યેક ઘર દીઠ ૧૨ સિલિન્ડર (૧૪.૨ કિગ્રાના) સબસિડી પર આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/