fbpx
રાષ્ટ્રીય

ઇંગ્લેન્ડને અંતિમ ટેસ્ટમાં હરાવી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમા

ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ ૨૫ પરથી મ્હાત આપી

ચાર ટેસ્ટ મેચોની સિરિઝ ભારતે ૩-૧થી જીતી, અંતિમ ટેસ્ટની ચોથી પારીમાં સ્પિનર અશ્વિન-અક્ષરનો તરખાટઃ પાંચ-પાંચ વિકેટ ઝડપી
ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૩૬૫ રનમાં ઓલઆઉટ થયું હતું, સુંદરે અણનમ ૯૬ રન બનાવ્યા
પંત મેન ઓફ ધ મેચ, ચાર ટેસ્ટમાં ૩૨ વિકેટ ઝડપનાર અશ્વિન મેન ઓફ ધ સિરીઝ


૧૮મી જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લૉડ્‌ર્સમાં રમાશેઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો એક ઇનિંગ્સ અને ૨૫ રનથી વિજય થયો હતો. આ વિજય સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતનો ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝમાં ૩-૧થી વિજય થયો હતો. ભારતે ઇંગ્લેન્ડને બીજી ઇનિંગ્સમાં ૧૩૫ રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ મેચના હીરો અક્ષર પટેલ અને આર અશ્વિન રહ્યા હતા. બંને જણે આ ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. સદી ફટકારનાર પંતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે ચાર ટેસ્ટ મેચમાં ૩૨ વિકેટ ઝડપનાર આર.અશ્વિનને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને એના ૫૨૦ અંકો છે. ભારતની સામે ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડની ટીમ છે. ભારતે છ ટેસ્ટ સિરીઝ રમ્યું હતું. ભારતે આમાંથી એક પણ ટેસ્ટ સિરીઝ હાર્યું નથી. હવે ભારતે ૧૮ જૂને લોર્ડસમાં રમવાનું છે.
ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવવામાં રોહિત શર્મા, રિષભ પંત, સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનની મહત્વની ભૂમિકા રહી છે. રોહિત આ સિરીઝમાં સૌથી વધારે ૩૪૫ રન બનાવનાર ભારતીય રહ્યો. પંતે ૨૭૦ રન બનાવ્યા હતા.
આ પહેલાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે અગાઉની મેચોનો દેખાવ જારી રાખી કંગાળ બેટિંગ કરતાં ૨૦૫ રનમાં ખખડ્યું થઈ ગયું હતું. જ્યારે પહેલા દિવસે રમતના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને ૨૪ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં અક્ષરે ચાર અને અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.
ટેસ્ટ મેચના બીજા દિવસે ઋષભ પંતે સદી ફટકારી હતી. એ સાથે પહેલી ઇનિંગ્સમાં રોહિતે ૪૯, પંત ૧૦૧, અને રહાણેએ ૨૭ રન કર્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે ૯૬ રન બનાવીને નોટઆઉટ ઊભો હતો.
આ સાથે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ૩૬૫ રન બનાવ્યા હતા અને ૧૬૦ રનની લીડ લીધી હતી. વોશિંગ્ટન સુંદર સદી પૂરી નહોતો કરી શક્યો. એ પછી ભારતીય બોલરોએ રંગ રાખ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ ૧૩૫ રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઇન્ડિયાના અક્ષર પટેલે આ ટેસ્ટ સિરીઝમાં ૨૭ વિકેટ લીધી હતી.

આ ટેસ્ટના વિજયની સાથે વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ વિજય મેળવનારા કેપ્ટનોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે.
ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે ૧૨ મેચ જીતી
પ્રથમવાર રમાઈ રહેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. તેણે ૨૧માંથી સૌથી વધારે ૧૨ મેચ જીતી છે. ઈંગ્લેન્ડ ૧૧ જીત સાથે બીજા નંબરે રહી.ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ૬ સિરીઝમાંથી ૫ જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે.

ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે ૩-૧થી સિરીઝ જીતીને ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન ફરી હાસિલ કરી લીધું છે. ભારત ન્યૂઝીલેન્ડને પછાડી નંબર વન બની ગયું છે. ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમના ૧૨૨ પોઈન્ટ થઈ ગયા છે, અને તે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ૧૧૮ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ ૧૧૩ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા અને ૧૦૫ પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને છે. પાકિસ્તાન ૯૦ પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે.

શ્રેણીમાં ૩૨ વિકેટ લેનાર અશ્વિન મેન ઓફ ધ સીરિઝ
અશ્વિને કહ્યું હતું કે તેણે ક્યારેય એક શ્રેણીમાં આનાથી વધુ વિકેટ લીધી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ક્વોલિફાઈ થયા એ મહત્વનું છે.ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ હાર્યા પછી ઇન્ટેનસિટી લેવલ ઓછું હતું. જ્યારે પણ ટીમ દબાણમાં હતું, કોઈને કોઈએ જવાબદારી લઈને સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા ૪ મહિના મારા માટે સારા રહ્યા છે. વિચાર્યું નહોતું કે ચેન્નઈમાં સદી મારીશ. જાડેજા ઇએકગ્રસ્ત થતા મારા પર જવાબદારી વધુ હતી.
રવિચંદ્રન અશ્વિનની નવી સિદ્ધી

રવિચંદ્રન અશ્વિન પહેલો ભારતીય બન્યો છે જેણે ટેસ્ટ શ્રેણીમાં ૨ વાર ૩૦થી વધુ વિકેટ લીધી હોય. આ પહેલાં તેણે ૨૦૧૫-૧૬માં દક્ષિણ આફ્રિકા સામે ૪ ટેસ્ટમાં ૩૧ વિકેટ લીધી હતી. તે સિવાય બિશનસિંહ બેદી, કપિલ દેવ, બી. ચંદ્રશેખર, એસ. ગુપ્તે, હરભજન સિંહ અને એચ. માંકડ એક શ્રેણીમાં ૩૦ વિકેટ લઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઈએ ક્યારેય બે વાર શ્રેણીમાં ૩૦ અથવા તેથી વધુ વિકેટ લીધી હોય તેવું બન્યું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/