fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસને મોટો ઝટકોઃ દિગ્ગજ નેતા પીસી ચાકોએ રાજીનામું આપતા ખળભળાટ

કેરળ વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કેરળના કોંગ્રેસના સિનિયર નેતા પીસી ચાકોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. પીસી ચાકોએ કહ્યું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે.

પોતાના રાજીનામાના પત્રમાં ચાકોએ કહ્યું મેં પાર્ટી માટે તનતોડ મહેનત કરી છે પરંતુ હવે મારે માટે કેરળ કોંગ્રેસમાં કામ કરવું અશક્ય બન્યું છે. કોંગ્રેસના તમામ ર્નિણયોને મેં ટેકો આપ્યો છે પરંતુ હવે મારે માટે કોંગ્રેસને ટેકો આપવો અઘરો બન્યો છે. તમે એક કેન્દ્રીય નેતાની આગેવાનીમાં પાર્ટીને ન ચલાવી શકો.

પોતાના રાજીનામા બદલ પીસી ચાકોએ કેરળ કોંગ્રેસ લીડરશીપને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે કેરળમાં કોંગ્રેસ બે જૂથો વચ્ચે ચાલી રહી છે અને મોવડીમંડળ મૂકપ્રેક્ષક બનીને જાેઈ રહ્યું છે.ચાકોએ કહ્યું કે કેરળમાં કોંગ્રેસ એક પાર્ટી તરીકે નહીં પરંતુ બે જૂથ વચ્ચે કોર્ડિનેશન કમિટી તરીકે કાર્ય કરી રહી છે. ગ્રુપ લીડર એ અને આઈ કોંગ્રેસનું સંચાલન કરી રહ્યાં છે. ઈલેક્શન કમિટીની અંદર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો અંગે ચર્ચા પણ થતી નથી. કેરળ કોંગ્રેસ નેતા ઓમન ચાંડી અને રમેશ ચેન્નીથલા પર પ્રહાર કરતા ચાકોએ જણાવ્યું કે આ બન્ને નેતાઓ પાર્ટીમાં જૂથવાદ ચલાવી રહ્યાં છે અને હાઈ કમાન્ડ મૂકપ્રેક્ષક બનીને જાેઈ રહ્યો છે. મારાથી આ જાેવાતું નથી અને તેથી મારે માટે રાજીનામું આપવા સિવાય બીજાે કોઈ વિકલ્પ બચ્યો નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/