fbpx
રાષ્ટ્રીય

ઓડિશા વિધાનસભામાં ભાજપ ધારાસભ્યનો સેનિટાઇઝ પી આત્મહત્યાનો પ્રયાસ

ઓડિશા વિધાનસભામાં બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત ખૂબ જ હંગામાવાળી રહી. સદનમાં વિપક્ષી પાર્ટી ભાજપ અને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ખેડૂતો પાસેથી અનાજની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ લગાવીને હંગામો મચાવ્યો હતો. તે સમયે દેવગઢથી ભાજપના ધારાસભ્ય સુભાષ ચંદ્ર પાણિગ્રહીએ વિધાનસભામાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સદનમાં સેનિટાઈઝર પી લીધું હતું.

તેમણે બજારમાંથી ખેડૂતોના અનાજની ખરીદીના મુદ્દે ધ્યાન ખેંચવા આ પગલું ભર્યું હતું. રાજ્યના ફુડ સપ્લાય અને કંઝ્યુમર વેલફેર મંત્રી રનેન્દ્ર પ્રતાપ સ્વૈન શુક્રવારે સદનમાં સવાલોના જબાવ આપી રહ્યા હતા તે સમયે તેમણે આ પગલું ભર્યું હતું. સુભાષ ચંદ્રે અગાઉ પણ બે વખત આત્મહત્યાની ચીમકી આપી હતી.

સદનમાં અનાજની ખરીદી મુદ્દે ભારે હંગામો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સદનમાં આ મામલે રાજ્ય સરકાર વિરૂદ્ધ નારાબાજી કરી હતી. રનેન્દ્ર પ્રતાપે ધારાસભ્યોને જે ખેડૂતો ખરીફ પાક વેચવાથી વંચિત રહી ગયા હોય તેમની યાદી આપવા કહ્યું હતું અને હંગામાને પગલે સદનની કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/