fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો પર રાહુલ ચિંતિત, કહ્યું, મેં તો ચેતવણી આપી હતી

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મેં તો પહેલેથી જ ચેતવણી આપી હતી કે કોરોના દેશના લોકો માટે હજુ પણ મોટો ખતરો છે.

રાહુલ ગાંધીએ અપીલ કરતા કહ્યું કે લોકોએ સાવધાની રાખવી જાેઈએ અને માસ્કનો ઉપયોગ કરવો જાેઈએ તથા કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરવું જાેઈએ.
રાહુલ ગાંધીએ એક ગ્રાફ પણ શેર કર્યો જે અઠવાડિયા અનુસાર કોરોનાના કેસો દર્શાવી રહ્યાં છે. રાહુલના આ ગ્રાફ અનુસાર ગત અઠવાડિયું કોરોનાના સૌથી વધારે કેસો દર્શાવી રહ્યું છે. ૧૨ મા અઠવાડિયામાં કોરોનાના સૌથી વધારે ૧,૫૫,૯૦૯૦ કેસો નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે ટિ્‌વટમાં લખ્યું હતું કે પાકિસ્તાનની રીતે ભારત પણ ઓટોક્રેટિક છે, અને ભારતની સ્થિતિ તો બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે, આમાં સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી રિપોર્ટનો સન્દર્ભ ટાંકવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકારની સામે વધુ એક વાર મોરચો ખોલીને પ્રહારો કર્યા છે, આ વખતે ટ્‌વીટરમાં એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટને ટાંકવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહ્યું. બ્લૂમબર્ગના રિપોર્ટને ટાંકતા રાહુલે લખ્યું કે ૨૦૨૦ માં તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો, ઝીરો. રાહુલે આગળ લખ્યું કે જ્યારે તમે રોજી-રોટી કમાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા ત્યારે તેમણે ૧૨ લાખ કરોડની સંપત્તિ વધારી લીધી. તેમણે તેમની સંપત્તિમાં ૫૦ ટકાનો વધારો કર્યો. રાહુલે કહ્યું કે શું કોઈ મને કહી શકે કે આવું કેમ થયું ?રાહુલ ગાંધી હમેંશા સરકારને ઉદ્યોગપતિની સરકાર કહેતા આવ્યાં છે. સંસદમાં પણ રાહુલ ગાંધીએ અમે બે, અમારા બે નો નારો આપ્યો હતો. રાહુલે કહ્યું હતું કે આ સરકાર ફક્ત ચાર લોકો ચલાવી રહ્યાં છે. તેમના કહેવાનો અર્થ અંબાણી, અદાણી, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એવો થતો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/