fbpx
રાષ્ટ્રીય

દેશમાં આ વર્ષે ચોમાસુ એક દિવસ પહેલાં બેસી શકેઃ ૯૮ ટકા વરસાદની પણ આગાહી

આ વર્ષે દેશમાં ચોમાસું એક દિવસ વહેલા બેસી શકે છે. તેમજ વરસાદ ૯૮ ટકા થવાનો અંદાજ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનથી કેરળમાં ૩૧મેથી વરસાદ પડવાની સંભાવના છે.

નોંધનીય છે કે દેશમાં કેરળ થકી ચોમાસાનું આગમન થાય છે. પછી કર્ણાટક, મહારાષ્ટ્ર. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર -કચ્છ સહિત અન્ય ભાગોમાં આગળ વધે છે.
અગાઉ માર્ચમાં ગુજરાના ખેડૂતોએ પણ હોળીની ઝાળ અને અખાત્રીજના રોજ વાયવ્ય અને પશ્ચિમની દિશા તરફની પવનની દીશા જાેઇ રાજ્યમાં ૨૦૨૧નું ચોમાસુ એકંદરે સારું રહેવાની શક્યતા જણાવી હતી. હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ તૌકતાય સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે.

અંદામાન નિકોબાર ટાપુ, બંગાળની ખાડીમાં તો ૨૧ મેથી વરસાદી ગતિવિધિ તેજ બની જશે. ૨૦૦૫થી ૨૦૨૦ સુધીના ૧૬ વર્ષમાં ચોમાસાની આગાહી પૈકી.૨૦૧૫ને બાદ કરતા બાકીના ૧૫ વર્ષમાં તે સાચી પડયાનો દાવો કરાયો છે.
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.૧૫થી ૨૦ જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે જાે કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજાેગો પર આધારિત હોય છે.

મહત્વની વાત એ છે કે ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. અને ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ આવે તો કૃષિપાક સતત ત્રીજા વર્ષે બમ્પર થવાની પણ આશા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/