fbpx
રાષ્ટ્રીય

જાતીય હિંસાની વધતી ઘટનાઓ પાછળ મહિલાઓના ટૂંકા કપડા જવાબદારઃ ઇમરાન ખાન


પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનની જીભ ફરી એકવાર લપસી ગઈ. જાતીય હિંસા અંગે વાહિયાત નિવેદન આપીને બે મહિના પહેલાં વિવાદમાં આવેલા ઇમરાન ફરી એક વખત મહિલાવિરોધી નિવેદન આપીને વિપક્ષના નિશાના પર છે. તેમણે જાતીય હિંસા માટે મહિલાઓને જવાબદાર ઠેરવી છે અને બુરખામાં રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે જાતીય હિંસાની વધતી જતી ઘટનાઓ પાછળ મહિલાઓનાં ટૂંકાં કપડાં જ જવાબદાર છે. તેમણે સમાજને ગેરમાર્ગે દોરવાનું ટાળવું જાેઈએ.


એચબીઓ એક્સિઓસને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને પાકિસ્તાનમાં બળાત્કાર પીડિતા પર આરોપ લગાવવાના કેસ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે ઇમરાને કહ્યું, ‘જાે કોઈ સ્ત્રી ઓછાં કપડાં પહેરે છે તો એની અસર પુરુષો પર પડશે. જાે તે રોબોટ નહીં હોય તો આ કોમન સેન્સ છે.


બળાત્કાર પીડિતાને દોષી ઠેરવવાના તેમના જૂના નિવેદનનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે મેં ક્યારેય પણ બળાત્કાર પીડિતા પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે બુરખાની વ્યવસ્થા એ છે કે સમાજને લાલચથી બચવા માટેની છે.
જ્યારે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર તરીકેના તેમના જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તે મારા વિશે નથી. એ મારા સમાજ વિશે છે. મારી પ્રાથમિકતા એ છે કે સમાજ કેવી રીતે વર્તે છે? જ્યારે હું વધતી જતી જાતીય હિંસાના કેસો જાેઉં છું ત્યારે અમે બેસીને એનો કેવી રીતે ઉકેલ કરવો એની ચર્ચા કરીએ છીએ. એનાથી મારા સમાજને અસર થઈ રહી છે.


ઇમરાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં ન તો ડિસ્કો છે કે નાઇટ ક્લબ્સ પણ નથી. અહીંનો સમાજ સંપૂર્ણપણે જુદો છે. અહીં રહેવાની એક અલગ રીત છે. જાે તમે અહીં લાલચમાં વધારો કરશો અને જાે યુવાઓને ક્યાંય જવાની તક નહીં મળે તો એનાં કંઈક પરિણામ તો સામે આવશે જ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/