fbpx
રાષ્ટ્રીય

કોરોના વાયરસ વચ્ચે કેરળમાં ૧૩ લોકો ઝીંકા વાયરસથી સંક્રમિત

કેરળમાં કોરોનાની સાથે ઝીકા વાયરસનો ખતરો ચિંતા વધારવા માંડ્યો છે. શુક્રવારે રાજ્યમાં ૧૩ નવા કેસ નોંધાયા છે. સગર્ભા સ્ત્રીમાં આ વાયરસ મળી આવ્યાના એક દિવસ પહેલાં જ પુષ્ટિ થઈ હતી. ઝીકા વાયરસથી ચેપ લાગવાનાં લક્ષણો ડેન્ગ્યૂ જેવા જ છે, જેમ કે તાવ આવવો, શરીર પર ફોલ્લીઓ થવી અને સાંધાનો દુખાવો થવો.

રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે ગુરુવારે જ ૧૯ શંકાસ્પદ લોકોનાં સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યાં છે, જ્યારે રિપોર્ટ શુક્રવારના રોજ આવ્યો તો ૧૩ લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે. સંક્રમિતોમાં ડોકટરો સહિત ૧૩ આરોગ્યકર્મચારીનો સમાવેશ થાય છે.

જ્યોર્જે જણાવ્યું હતું હતું કે ગુરુવારે ૨૪ વર્ષીય સગર્ભા સ્ત્રીમાં આ વાયરસના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો હતો. એક અઠવાડિયા પહેલાં તેની માતામાં પણ વાયરસનાં લક્ષણો જાેવા મળ્યાં હતાં. સંક્રમિત મહિલા તિરુવનંતપુરમના પરાસલેનની રહેવાસી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. તેણે ૭ જુલાઈએ એક બાળકને જન્મ આપ્યો હતો.

મહિલાને તાવ, માથાનો દુખાવો અને તેના શરીર પર લાલ નિશાન હોવાને કારણે ૨૮ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલની તપાસમાં ઝીકાનાં શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં હતાં. આ પછી તેનાં સેમ્પલ પુણેની એનઆઇવીમાં મોકલાયાં હતાં, જાેકે મહિલાની હાલત હવે સામાન્ય છે.
રાજ્ય સરકારે ગુરુવારે કહ્યું હતું કે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ તેનું ઘર તામિલનાડુ સરહદ પર છે. એક અઠવાડિયા પહેલાં તેની માતામાં પણ સમાન લક્ષણો જાેવા મળ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/