fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારનો મહત્વનો ર્નિણય. મેડિકલ કોર્સમાં OBC ને ૨૭% , EWS ને ૧૦% અનામતને મંજૂરી

મોદી સરકારે મેડિકલ કોલેજાેમાં એડમિશનમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના છાત્રો માટે અનામત મંજૂર કરી લીધી છે. હવે બંને ગ્રેજ્યુએટ (એમબીબીએસ, બીડીએસ), પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરના મેડિકલ કોર્સીઝમાં પ્રેવશ માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના વિદ્યાર્થીઓને ૨૭ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ ટકા અનામત મળશે.

આ ર્નિણયથી લગભગ ૫૫૫૦ વિદ્યાર્થીઓને લાભ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે, સરકાર પછાત અને ઈડબલ્યુએસ વર્ગ બંને માટે યોગ્ય અનામત આપવા પ્રતિબદ્ધ છે. દર વર્ષે એમબીબીએસમાં લગભગ ૧૫૦૦ ઓબીસી સ્ટૂડન્ટ્‌સ અને પોસ્ટગ્રેજ્યુએટ્‌સમાં ૨૫૦૦ ઓબીસી વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. એ જ રીતે એમબીબીએસમાં લગભગ ૫૫૦ ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ૧૦૦૦ ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.

આ વ્યવસ્થા ઓલ ઈન્ડિયા કોટા અંતર્ગત યુજી અને પીજી મેડિકલ/ડેન્ટલ કોર્સીઝ (એમબીબીએસ/ એમડી/ એમએસ/ ડિપ્લોમા/બીડીએસ/સ્ડ્ઢજી) માટે હાલના એકેડેમિક સત્ર ૨૦૨૦-૨૧થી લાગુ થશે.

ઘણા સમયથી તેને લઈને માગ થઈ રહી હતી. એક દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ઓબીસી સાંસદોના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી નીટ યુજી અને પીજીમાં અખિલ ભારતીય કોટામાં ઓબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો માટે યોગ્ય અનામતની માગ કરી હતી.

બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા મેડિકલ એજ્યુકેશન કોટામાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે અનામતના મુદ્દાની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત મંત્રાલયોને તેને પ્રાથમિકતાના આધાર પર ઉકેલવા નિર્દેશ આપ્યો હતો. સોમવારે બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાયદા તેમજ ન્યાય અને સમાજ કલ્યાણ સચિવોની સાથે-સાથે અન્ય સીનિયર અધિકારી પણ સામેલ થયા અને કોટાના મુદ્દે ચર્ચા કરવામાં આવી.
મેડિકલ શિક્ષણમાં ઓલ ઈન્ડિયા કોટામાં ઓબીસી અનામત આપવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે. દેશની જુદી-જુદી કોર્ટોમાં ઘણા કેસ પણ થયા છે અને પરંતુ આ મામલો લાંબા સમયથી પડતર છે.

મેડિકલ એડમિશનની ઓલ ઈન્ડિયા કોટાની સીટોમાં ઓબીસીને અનામત આપવાની માંગણી ઘણાં સમયથી કરવામાં આવતી હતી. આ મુદ્દે કેન્દ્રીય શ્રમ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય સ્ટીલ મંત્રી આરસીપી સિંહના નેતૃત્વમાં અનુપ્રિયા પટેલ અને અન્ય ઓબીસી સાંસદો અને મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ કેન્દ્‌નીય મંત્રીઓએ સરકારનું ધ્યાન અનામતની જાેગવાઈ તરફ ખેંચ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/