fbpx
રાષ્ટ્રીય

પેગાસસ જાસુસી મામલે ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ હવે સુનાવણી કરશે

પેગાસસ જાસૂસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહ સુનાવણી કરશે. શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી. રમણાની બેન્ચ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું છે કે, તેઓ આગામી સપ્તાહે કેસને સાંભળશે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે જસ્ટિસ રમણા સામે આ મુદ્દાને ઉઠાવ્યો, તેમને વરિષ્ઠ પત્રકાર એન રામ દ્વારા દાખલ અરજીનો ઉલ્લેખ કર્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તેઓ આગામી સપ્તાહે આ બાબતે સુનાવણી કરશે.

તમને જણાવી દઈએ કે, આંતરાષ્ટ્રીય મીડિયા દ્વારા આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો. ઇઝરાઇલ સોફ્ટવેર પેગાગસની મદદથી ભારત સહિત દુનિયાના અનેક દેશોના પત્રકારો, નેતાઓ અને અન્ય હસ્તિઓને નિશાનો બનાવવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ફોન હૈકિંગની વાત સામે આવી હતી.
ભારતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અન્ય અનેક નેતાઓ, જે કેન્દ્રીય મંત્રીઓ પત્રકારોને આ સોફ્ટવેરના દમ પર ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કારણે જ ભારતમાં સતત આ મુદ્દાને લઈને હંગામો થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અપીલ કરવામાં આવી છે કે પેગાસસ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. આ તપાસની આગેવાની સુપ્રીમ કોર્ટના કોઈ હાલના કે રિટાયર્ડ જજ કરે. આરોપ છે કે, સરકારી એજન્સીઓએ પેગાસસ સ્પાઈવેરની મદદથી પત્રકારો, જજાે અને અન્ય લોકોની જાસૂસી કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/