fbpx
રાષ્ટ્રીય

કોરોનામાં અનાથ થયેલ બાળકોને કેન્દ્ર ૫ લાખનો મફ્ત આરોગ્ય વિમો આપશે

કોરોના વાયરસના કારણે દેશભરમાં ઘણા બાળકો અનાથ થયા છે. આ બાળકોની મદદ માટે મોદી સરકારે આગળ આવીને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કોરોનાના અનાથ બાળકોને ૫ લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવાનો ર્નિણય કર્યો છે, જેનું પ્રીમિયમ પીએમ કેયર્સ ફંડમાંથી ભરવામાં આવશે.

કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, ૧૮ વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ ૫ લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી. તેમણે ટિ્‌વટ કર્યું કે, કોવિડથી અસરગ્રસ્ત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે,૧૮ વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત હેઠળ ૫ લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.

અનુરાગ ઠાકુરે ભારતને આર્ત્મનિભર બનાવવા માટે કેન્દ્ર દ્વારા લીધેલા પગલાઓ પર સરકારી વેબસાઇટની લિંક સાથે આ યોજનાની વિગતો ટિ્‌વટર પર પોસ્ટ કરી હતી. આ સાથે, તેમણે એક ફોટો પણ શેર કર્યો, જેના પર લખ્યું છે, ૧૮ વર્ષ સુધીના બાળકો જેમણે તેમના માતાપિતાને ગુમાવ્યા છે તેમને દર મહિને રાહત આપવામાં આવશે. આ સિવાય ૨૩ વર્ષની ઉંમરે આ બાળકોને ૧૦ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/