fbpx
રાષ્ટ્રીય

આવતા વર્ષે ૨૦૨૨ મા સાત રાજ્યોમાં ચૂંટણીઃ મહત્વનું રાજ્ય યુપી શા માટે….?

દેશમાં આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં સાત રાજ્યોની વિધાનસભા સમયમર્યાદા પુર્ણ થતા ચૂંટણીઓ ફેબ્રુઆરી-માર્ચ માસમાં યોજાનાર છે.જેમાં મણિપુર, ગોવા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ આવે છે. મણિપુરમાં ભાજપ- પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટની સરકાર છે, ગોવામાં ભાજપની સરકાર છે, પંજાબમાં કોંગ્રેસ પક્ષની સરકાર છે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે અને ઉતરાખંડમાં પણ ભાજપની સરકાર છે. જ્યારે ૨૦૨૨ નવેમ્બરમાં હિમાચલ પ્રદેશ અને ડિસેમ્બરમાં ગુજરાત રાજ્યની ચૂંટણી આવે છે ઉપરાંત જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે પણ ત્યા આ સમયમાં ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતા છે. હિમાચલ રાજ્ય અને ગુજરાતમાં ભાજપની સરકાર છે.આ બધી ચૂંટણીઓમા ભાજપને માટે યુપી ચૂંટણી જીતવી મહત્વની છે. તે જીતવી એટલા માટે જરૂરી છે કે લોકસભામા ૮૦ સીટ યુપીની છે…. અને કેન્દ્ર સરકાર રચવાનો મોટો મદાર યુ પી છે.અહીની યોગી સરકાર સામે હજારો કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો પુરાવા સાથે રાજ્યસભામાં સપાના સાંસદે મુક્યા છે. અને આઠ દિવસ બાદ સમગ્ર યુપીમાં આ મુદ્દે યોગી સરકાર સામે ઉપવાસ આંદોલન શરૂ થનાર છે. અને સરકાર કોઇ પગલાં નહીં લે તો અદાલતી કાર્યવાહી હાથ ધરાનાર છે. બીજી તરફ ખેડૂત આંદોલનને કારણે યુપીના અનેક મત વિસ્તારોમાં ભાજપ સાંસદો તથા ધારાસભ્યો જઈ શકતા નથી જેમા ૨૪ જેટલી બેઠકો આવે છે. તો યુરિયા અને કેમિકલ ભાવમાં અસહ્ય વધારો થતાં ખેડૂતો વધુ વિફર્યા છે. બીજી તરફ ઓવૈસીએ ૨૦૦ બેઠકો લડવાનો દાવો કર્યો છે કે જ્યાં તેનુ કે તેમના પક્ષનું કાર્ય બોલતું નથી તથા કોઈ જાણતું કે ઓળખતું નથી એટલે ત્યાંના દરેક મુસલમાન ઓવૈસીથી બગડ્યા છે અને ઓવૈસી તથા તેના પક્ષને ભાજપની બી ટીમ કહે છે. ઉપરાંત તેઓ જાહેર સભાઓમાં કે મીટીંગોમાં હિન્દુ- મુસ્લિમ ની વાતો કરીને હિંદુ- મુસ્લિમો વચ્ચેની ભાઈચારાની ભાગ બટાઈ કરાવી બંને કોમ વચ્ચે વેર ઝેર ઉભા કરાવે છે અને ભાજપ તેનો લાભ હિન્દુ મતો પોતાની તરફ વાળવામાં સફળ બને છે…..!એટલે યુપીના મુસ્લિમો જાગી ગયા છે અને અત્યારથી ઓવૈસીનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમાં દેવબંદના મુસ્લિમ મંત્રીએ ઓવૈસી ની પાર્ટીને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરતા ભાજપ વધુ ભીસમા આવી ગયો છે. ત્યારે ભાજપનો પ્રચાર પ્રધાનમંત્રીશ્રી અને અમિત શાહ કરશે તેવું નકકી થયું હોવાનું બહાર આવ્યું છે. તો યોગીના ચૂટણીમાં મહત્વ ન મળતાં તેઓ કોપાયમાન છે…..જ્યારે કે ૩૦ જેટલા ધારાસભ્યોને જેના કારણે ભાજપને નુકશાન વેઠવાનો સમય આવે તેવી શક્યતા છે……! ત્યારે વડાપ્રધાન સમક્ષ યુપી જીતવા કૃષિ કાનુન પરત ખેચી લેવા જરૂરી હોવાની વાત રજૂ કરતાં વડાપ્રધાનને ગળે વાત ઉતરી ગઈ હોવાનું કહેવાય છે…..! અને કદાચ ચાલુ સત્રમાં કૃષિ કાનુનો પરત ખેંચવાની જાહેરાત થઇ શકે તેવી શક્યતા વધુ છે….કારણ ચૂંટણી જીતવી……!

બીજી તરફ દેશમાં વિરોધ પક્ષોની એકતા ખાતર કોંગ્રેસ પક્ષ તુણમુલ કોંગ્રેસ સાથે સમાધાન કરવા તૈયાર થઇ છે અને તે માટે સોનિયા ગાંધી મમતા વચ્ચેની ઘનિષ્ઠતા માટે લોકસભામાં કોંગ્રેસના નેતા પદેથી અધીર રંજન ચૌધરી ને બલી લેવામાં આવશે… અને લોકસભામાં સરકારના વિરોધ માટે કદાચ આવું થવું જરૂરી પણ છે….! જ્યારે કે “આપ” પણ વિપક્ષમાં જાેડાવા તૈયાર થઈ છે. જાે કે દરેકની નજર યુપી પર છે…. અહીં બ્રાહ્મણોને પોતાની સાથે ખેંચવા બસપા, સપા મોટા પ્રમાણમાં પ્રયાસો કરી રહ્યા છે તો કોંગ્રેસે પણ બ્રાહ્મણોમાં વર્ચસ્વ ધરાવતાં બ્રાહ્મણ નેતાને મેદાનમાં ઉતાર્યા છે. કારણ કે ખુદ પ્રિયંકા ગાંધી વાડ્રા સીએમ પદના દાવેદાર તરીકે કોંગ્રેસ પક્ષથી ચૂંટણી લડવાના છે અને મમતા દીદીએ પ્રશાંત કિશોરને નેતાઓને સમજાવવાની જવાબદારી સોંપી વિપક્ષ મજબૂત થાય તેમાં જાેડાય તેવુ કામ સોંપી દીધું છે. વિપક્ષ એકજૂટ થાય જેમા સપાના નેતાઓ તૈયાર છે પણ બસપા બેસવા તૈયાર નથી. બસપા એક સમયે ભાજપાની બી ટીમ કહેવાતી હતી. હવે પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોદી મુખ્ય પ્રચાર ચહેરો બને તો કેટલા સફળ થાય છે તે તો સમય બતાવશે…..! કારણ પ્રિયંકા યુપી કી બિટીયા કહલાતી હૈ…..!

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/