fbpx
રાષ્ટ્રીય

ભારત આતંકવાદ, વિસ્તારવાદનો હિંમતથી જવાબ આપી રહ્યું છેઃ મોદી

આજે દેશ સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કર્યા હતા. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી. સાથે દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ભારતની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ ૨૦૨૧માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી જારી રહેશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ ચઢાવ્યા અને પછી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા.

અરવિંદોની જન્મજયંતિ છે. તેમની ૧૫૦મી જન્મજયંતિનું પર્વ છે. તેઓ કહેતા હતા કે ભારતને એટલું સામર્થવાન બનાવવું પડશે જેટલું આપણે ક્યારેય નહતા. આપણી આદતોને બદલવી પડશે. ખુદને ફરી જગાડવા પડશે. તેમની આ વાતો આપણે કર્તવ્યોનું ધ્યાન અપાવે છે. દેશને આપણે શું આપી રહ્યાં છીએ તે વિચારવું પડશે. અમે અધિકારોને હંમેશા મહત્વ આપ્યું. હવે કર્તવ્યોને સર્વોપરી બનાવવા પડશે. લોકલ ફોર લોકલ માટે વધુમાં વધુ વસ્તુ ખરીદો.

બીજા વિશ્વ યુદ્ધ બાદ વૈશ્વિક સંબંધોના રૂપમાં બદલી ગયું હતું. કોરોના કાળ બાદ પણ આ થયું. કોરોના કાળના ભારતના પ્રયાસોની દુનિયાએ પ્રશંસા કરી. દુનિયા ભારતને નવી દ્રષ્ટિથી જાેઈ રહી. ભારત આતંકવાદ, વિસ્તારવાદ બંને પડકાર સામે લડ્યું. હિંમતની સાથે જવાબ પણ આપી રહ્યું છે. સેનાના હાથ મજબૂત કરવામાં કોઈ કસર છોડીશું નહીં.

આર્ટિકલ ૩૭૦ હટાવવો, જીએસટી લાવવું, સૈનિકો માટે વન પેન્શનલ, અયોધ્યાનું શાંતિપૂર્ણ સમાધાન છેલ્લા કેટલાક સમયમાં જાેવા મળ્યું. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જાે, જમ્મુ-કાશ્મીરમાં પ્રથમવાર મ્ડ્ઢઝ્ર ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિ જણાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી દુશ્મનોને ભારતે સંદેશ આપ્યો છે. તે જણાવે છે કે ભારત બદલાય રહ્યું છે. ભારત મુશ્કેલથી મુશ્કેલ ર્નિણય લઈ શકે છે.

નેશનલ હાઇડ્રોજન મિશનની કરી જાહેરાત
પીએમ મોદીએ નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી. મોદી બોલ્યા આ ઉર્જાના ક્ષેત્રમાં ભારતની નવી પ્રગતિ હશે. ભારત તેનાથી આર્ત્મનિભર બનશે.

તેનાથી ગ્રીન જાેબ માટે અવસર ખુલશે.

સૈનિક સ્કૂલમાં યુવતીઓને પણ મળશે એડમિશન
પીએમ મોદીએ કહ્યુ કે મને ઘણી ભલામણ મળી છે કે પુત્રીઓ પણ સૈનિક સ્કૂલમાં ભણવા ઈચ્છે છે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમે સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે યુવતીઓને એડમિશન આપવાનો ર્નિણય લીધો હતો. હવે દેશની બધી સૈનિક સ્કૂલમાં પુત્રીઓનું એડમિશન થઈ શકશે. તેને પુત્રીઓ માટે ખોલવામાં આવશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતને પ્રોત્સાહનઃ પીએમ મોદી

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભાષા વિઘ્ન બનશે નહીં. રમતને તેનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો છે. તે પાઠ્‌યેતર નથી. હવે રમત માટે જાગરૂકતા આવી છે. માતા-પિતાનું વલણ બદલાયું છે. ઓલિમ્પિક પણ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. બોર્ડનું પરિણામ સારૂ હોય કે ઓલિમ્પિકનું મેદાન, દેશની દીકરીઓ સારૂ પ્રદર્શન કરી રહી છે. દરેક કાર્યક્ષેત્રમાં સમાન સહભાગીતાનો પ્રયાસ કરવાનો છે.
દેશમાં વર્ષો જૂના કાયદાને ખતમ કરવામાં આવ્યા. કોરોના

કાળમાં પણ ૧૫ હજારથી વધુ અનુપાલનોને ખતમ કરવામાં આવ્યા. ૨૦૦ વર્ષથી એક કાયદો ચાલી આવતો હતો, તેના કારણે દેશના નાગરિકોને મેપિંગ (નક્શો) બનાવવાની સ્વતંત્રતા નહતી. તે માટે સરકારની મંજૂરી લેવાની જરૂર હતી. આવા બિનજરૂરી કાયદાને અમે સમાપ્ત કરી દીધા.

ભારત આગામી થોડા સમયમાં જ પ્રદાનમંત્રી ગતિ શક્તિ પ્લાન લઈને આવશે. ૧૦૦ લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારના અવસર લઈને આવશે. આ એવો માસ્ટર પ્લાન છે જે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરશે. અત્યારે આપણે જાેઈએ છીએ કે આપણા ટ્રાન્સપોર્ટેશનના સાધનોમાં કોઈ તાલમેલ નથી. પરંતુ ગતિ શક્તિ આ સમસ્યાઓને હટાવશે. આનાથી સામાન્ય જનની ટ્રાવેલ ટાઈમમાં કમી આવશે. ગતિ શક્તિ આપણા લોકલ મેન્યુફેક્ચરને ગ્લોબલ સ્તરે લાવવામમાં મદદ કરશે. અમૃત કાળના આ દશકામાં ગતિની શક્તિ ભારતની કાયાકલ્પનો આધાર બનશે.

દેશના જે જિલ્લા માટે માનવામાં આવ્યું કે તે પાછળ રહી ગયા, અમે તેમની આકાંક્ષાઓને પણ જગાવી છે. દેશમાં ૧૧૦થી વધુ આકાંક્ષી જિલ્લામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, રોડ, રોજગાર સાથે જાેડાયેલી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમાંથી અનેક જિલ્લા આદિવાસી વિસ્તાર છે. આજે આપણે આપણા ગામમાં ઝડપથી પરિવર્તન જાેઈ રહ્યાં છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામ સુધી રોડ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં પહોંચાડવામાં સફળતા મળી છે. આ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, ડેટાની તાકાત પહોંચી રહી છે. ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામમાં પણ ડિજિટલ એન્ટરપ્રીન્યોર તૈયાર થઈ રહ્યાં છે.

દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ સપ્તાહમાં ૭૫ વંદેભારત ટ્રેનદેશના દરેક ખુણાને જાેડશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના અંતરિયાળ વિસ્તારને જાેડી રહી છે, તે પણ અભૂતપૂર્વ છે.

જે પણ બનાવો બેસ્ટ બનાવો, જે વૈશ્વિક સ્તર પર ટકી શકે. દરેક પ્રોડક્ટની સાથે માત્ર કંપનીનું નામ નથી જતું. તેની સાથે દેશની ઇમેજ જાેડાયેલી હોય છે. દરેક

પ્રોડક્ટ દેશની બ્રાન્ડ એમ્બેસેડર છે.
પીએમ મોદીએ કહ્યુ કે, દેશના લોકોને આગામી પેઢીના પાયાના માળખા, વિશ્વસ્તરીય નિર્માણ, આધ્યુનિક નવાચાર, નવા જમાનાની તકનીક માટે કામ કરવું પડશે.

નાના કિસાનો પર અત્યાર સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. કૃષિ સેક્ટરના પડકાર પર ધ્યાન આપવું પડશે. કિસાનોની જમીન સતત ઘટી રહી છે. ૮૦ ટકા કિસાનોની પાસે ૨ હેક્ટરથી ઓછી જમીન છે. મોદીએ ૮૦ ટકા કિસાનોના ઉત્થાનનો નારો આપતા કહ્યુ- છોટા કિસાન બને દેશની શાન.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/