fbpx
રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળી રહ્યો છે. એક દિવસ પહેલાની સરખામણીમાં આજે નવા કેસની સંખ્યામાં ૯ ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૩,૨૨,૨૫,૫૧૩ પર પહોંચી ગઈ છે. આ અગાઉ રવિવારે ૩૬,૦૮૩ કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં ૪૧૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાએ ૪,૩૧,૬૪૨ લોકોનો ભોગ લીધો છે.

સરકારી આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૩૫,૯૦૯ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૧૪,૧૧,૯૨૪ દર્દીઓ રિકવર થવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને ૯૭.૪૮ ટકા પર પહોંચ્યો છે. નવા કેસમાં ઘટાડો અને ઠીક થનારા લોકોની સંખ્યા વધુ હોવાના લીધે એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. દેશમાં હાલ ૩,૮૧,૯૪૭ લોકો સારવાર હેઠળ છે. જે કુલ કેસના ૧.૧૮ ટકા છે.
સંક્રમણ દર પર વાત કરીએ તો તે સાપ્તાહિક અને દૈનિકના આધારે સતત ત્રણ ટકાથી નીચે જળવાઈ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૦૧ ટકા છે. જ્યારે દૈનિક સંક્રમણ દર ૨.૭૯ ટકા છે. જે છેલ્લા ૨૧ દિવસમાં ૩ ટકાથી ઓછો છે.
દેશમાં હાલ રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં રસીના ૫૪,૫૮,૫૭,૧૦૮ ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૭,૪૩,૧૧૪ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે.

બીજી બાજુ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરી રહી છે, ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૪૭૯૭ કેસ નોંધાયા છે. આ સિવાય ૧૩૦ લોકોના મોત થયા છે. કુલ દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને ૬૩.૯૨ લાખ થઈ ગઈ છે, જેમાંથી ૧.૩૫ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. સક્રિય કેસોની સંખ્યા ૬૪,૨૧૯ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/