fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોનાએ વિદાય લીધી, રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા

રાજ્યમાં નવા ૫૧૩૨ કેસ અને ૧૫૮ દરદીના મોત
મુંબઈમાં ૫ના મોત અને નવા ૨૮૩ કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ વિદાય લીધી એવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હજી સંકટ ટળ્યું નથી. શનિવાર પછી આજે ફરી મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા દરદીની સંખ્યામાં નજીવો વધારો થયો હોવાનું નોંધાયું છે. મૃત્યુઆંક પણ વધી ગયો છે. સાથોસાથ દરદી સ્વસ્થ થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા થયું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૫૧૩૨ કેસ નોંધાયા છે અને ૧૫૮ દરદીના મોત થયા હતા. જ્યારે૮૧૯૬ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને કોરોનાથી ૮૦૬૯ દરદી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૪,૦૬,૩૪૫ થઈ છે, અને મરણાંકની સંખ્યા ૧૫૮ થઈ છે. જ્યારે કોરોનાના ૬૨,૦૯,૩૬૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. આથી કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા થયું છે. રાજ્યમાં આજદિન ૩,૪૬,૨૯૦ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અને ૨૩૭૧ લોકોને સંસ્થાત્મક ક્વોરન્ટાઇન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મુંબઈમાં આજે કોરોના વાઇરસના નવા કેસમાં છેલ્લા બે દિવસની સરખામણીમાં થોડોક વધારો થયો છે. આજે કોરોનાના નવા ૨૮૩ કેસ નોંધાયા છે અને પાંચ દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૪૦૦૦૭ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૫૯૩૦ થઈ છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

શહેરમાં આજે કોરોનાના ૨૯૭ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. જાેકે શહેરમાં છેલ્લા પાંચ દિવસથી એકેય કન્ટેન્મેન્ટ ઝોન નથી. માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી શરૃ થઈ. એ પછી ગયા શનિવારે પહેલી વખત મુંબઈમાં એકપણ કેન્ટનમેન્ટ ઝોન હોતો. કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી. ત્યારે મુંબઈમાં ૨૮૦૦ જેટલા કન્ટેનમેન્ટ ઝોન હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/