fbpx
રાષ્ટ્રીય

ટૂંક સમયમાં આઠ લાખ ડોઝ રાજ્યોને આપવામાં આવશે : કેન્દ્રીય આરોેગ્ય મંત્રાલય

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૬૯ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૮૯ મોત કેરળમાં અને ૮૬ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૪૧,૪૧૧ લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌૈથી વધુ ૧,૩૭,૮૯૭ મોત મહારાષ્ટ્રમાં થયા છે. દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૭૦.૭૫ કરોડ થઇ ગઇ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોેગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ્યોને કોરોના વેક્સિનના ૭૦.૩૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં આઠ લાખ ડોઝ રાજ્યોને આપવામાં આવશે.ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭,૮૭૫ નવા કેસો નોંધવામાં આવ્યા છ. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૦,૯૬,૭૧૮ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. જાે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૩૬૯ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૪૧૧ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩,૯૧,૨૫૬ થઇ ગઇ છે. જે કુલ કેસોના ૧.૧૮ ટકા થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧૬૦૮નો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૭,૫૩,૭૪૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૩,૪૯,૪૩,૦૯૩ થઇ ગઇ છે. દૈનિક પોઝિટિવ રેટ ૨.૧૬ ટકા રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૪૯ ટકા રહ્યો છે. જે છેલ્લા ૭૫ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/