fbpx
રાષ્ટ્રીય

ભારતીય હવાઈદળ ૬ અવાક્સ પ્લેન ખરીદશે

ભારતીય હવાઇદળના લડાયક પ્લેનોએ પાકિસ્તાની હવાઇદળની સ્ટ્રાઇક ફોર્મેશનને આંતરી હતી. તેઓ નેત્ર અને એ-૫૦ જેટની મદદથી પાકિસ્તાની હવાઇદળની દરેક હિલચાલ પર નજર રાખી શક્યા હતા. તેના લીધે પાકિસ્તાનને પ્લેનને આંતરવામાં સફળ રહ્યા હતા. ભારતીય હવાઇદળના અવાક્સ વિમાન પાસેની માહિતીના લીધે ભારતીય હવાઇદળ તે તારણ પર પહોંચ્યું હતું કે વિંગ કમાન્ડર વર્ધમાનને આંતરવામાં આવ્યા છે અને તેમના પ્લેનને પાકિસ્તાનના એફ-૧૬ પ્લેને શૂટ કર્યુ છે. આ સમગ્ર પ્રોજેક્ટને પૂરા થવામાં સાત વર્ષ લાગશે અને એ-૩૨૧નું પ્રોટોટાઇપ ચાર વર્ષમાં બની જાય તેમ મનાય છે.ભારતીય હવાઈદળ ૧૧,૦૦૦ કરોડમાં છ અત્યાધુનિક એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ (અવાક્સ) પ્લેન ખરીદશે. કેબિનેટ દ્વારા તેને મંજૂરી મળી ગઈ છે.

એર ઇન્ડિયાના જરીપુરાણા એ-૩૨૧ જેટલાઇનરનું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા મેડ ઇન ઇન્ડિયા આધુનિક રડારમાં રુપાંતર કરવામાં આવશે. ડીઆરડીઓ આ ઉપરાંત હાલમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્ટીયર્ડ અવે (એઇએસએ)નું પણ આધુનિકીકરણ કરશે. તેને હવાઇદળ દ્વારા ગોઠવાયેલા બે નેત્ર એરબોર્ન વોર્નિંગ એરક્રાફ્ટ (અવાક્સ)માં ગોઠવવામાં આવશે. ભારતીય હવાઇદળ પાસે હાલમાં રશિયા પાસેથી મેળવેલા ત્રણ મોટા એ-૫૦ ઇઆઇ એરક્રાફ્ટ છે, જેના પર ઇઝરાયેલી ઇએલ-ડબલ્યુ-૨૦૦૯ ફાલ્કન રાડાર સિસ્ટમ ગોઠવાઈ છે. એઇએસએ કમ્પ્યુટર કંટ્રોલ્ડ રાડાર એરે છે જેના રેડિયો બીમ્સ એન્ટિના હલાવ્યા વગર વિવિધ દિશામાં વહેતા કરે છે. આ રાડાર વધારે ચોકસાઇવાળા, વિશ્વસનીય અને સારી ડિટેક્શન ક્ષમતાવાળા છે.

આ રાડારને એ-૩૨૧ એરક્રાફ્ટ પર ફિટ કરવામાં આવશે. તેના પછી એ-૩૨૧ વિમાન ભારતીય હવાઇદળને સોંપવામાં આવશે. તેની મદદથી ભારતીય હવાઇદળ એરક્રાફ્ટની આસપાસના કેટલાય કિલોમીટરો સુધીના એરસ્પેસનું ૩૬૦ ડિગ્રી કવરેજ કરી શકશે. આની ક્ષમતા હવાઇદળ પાસેના વર્તમાન રડાર નેત્ર કરતાં અનેકગમી વધારે હશે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાનના પ્લેનો એકબીજાની સામસામે આવી ગયા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ અને વાસ્તવિક અંકુશરેખા પર તેનું મહત્ત્વ સમજાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/