fbpx
રાષ્ટ્રીય

સ્કુલ ઓફ લો ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝનું ઉદ્દઘાટન


રાષ્ટ્રની સામાન્ય પ્રજાના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ લાવવામાં આ યુનિવર્સીટમાં ચાલતા અભ્યાસક્રમો મદદરૂપ બની રહેશે. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ આર.એમ.છાયા, રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે.એન.વ્યાસ તેમજ રાજ્ય વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ન્યાયવિદો, વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.લોકોમાં ગુના કરવાની વૃત્તિ થાય નહી તેવું વાતાવરણ ઉભું કરીશું. સ્કુલ ઓફ લો ફોરેન્સીક જસ્ટીસ એન્ડ પોલીસી સ્ટડીઝ ટેકનો લિગલ એક્સપર્ટ ટેકનોલોજીથી સુસજ્જ નિષ્ણાંતોનું માનવબળ દેશને પુરૂ પાડશે. ઉપરાંત ડિજિટલ ફોરેન્સિક એન્ડ સાયબર બનાવોને અટકાવવામાં મજબૂત પરિબળ બની રહેશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે સ્કુલ ફોર લોના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું છે. વર્તમાન સમયમાં ગુના પ્રકાર બદલાયા છે. ત્યારે ગુનેગારેને પકડવા અને ઝડપી ચુકાદા આપવામાં ફોરેન્સીક સાયન્સ એન્ડ જસ્ટિસન અસરકારક પુરવાર થશે. સ્કુલ ઓફ લો-ફોરેન્સીક જસ્ટીસ એન્ડ પોલીસી સ્ટડીઝ દ્વારા ડેટા સાયન્સ એન્ડ લો ના સમન્વય સાથેના અભ્યાસક્રમોથી ન્યાયિક પ્રક્રિયામાં ભવિષ્યમાં ઝડપ આવશે.

ઉપરાંત ફોરેન્સીક સાયન્સની મદદથી પુરાવાઓને અદાલતમાં રજુ કરવામાં પણ સરળતા થશે અને ડિઝીટલ ફોરેન્સીક તથા સાયબર ગુનાઓને અટકાવવામાં એક મજબુત સિસ્ટમ ઉભી થશે. માત્ર ૧૨ જ વર્ષમાં વિશ્વના ૭૦થી વધુ દેશોમાં આ યુનિવર્સીટીએ આગવી ઓળખ ઉભી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્કુલ ઓફ લો ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રિય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને જરૂરી એવી તમામ સહાય ઝડપથી પૂરી પડાશે. એનએપએસયુની કૌશલ્યતા, જ્ઞાન તજજ્ઞોનો લાભ ગુજરાતના આંગણેથી સમગ્ર દેશને મળતો થયો છે. અન્ય રાજ્યોને પણ ફોરેન્સીક યુનિવર્સિટીની મુલાકાત લેવી જાેઇએ. ઇન્ડિયાની ન્યાયિક પ્રક્રિયા વધુ ગતિશીલ ને પ્રગતિશીલ બનાવવામાં આ સ્કુલ મહત્વનો ફાળો આપશે. જ્યુડિસરી, લેજિસ્લેચર અને એક્ઝક્યુટિવ ત્રણે ક્ષેત્રો રાષ્ટ્ર હિત માટે હંમેશા કાર્યરત છે. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ જસ્ટીસ એમ.આર.શાહે જણાવ્યું છે કે રાષ્ટ્રને કાયદાકીય જ્ઞાન અને અભ્યાસ યુક્ત માનવબળની જરૂર છે જે આ સ્કુલ થકી પૂરી થશે. હવે કાયદા ક્ષેત્રે એક સ્પર્ધાત્મક ક્ષેત્ર બન્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/