fbpx
રાષ્ટ્રીય

નેપાળમાં ભારે વરસાદના કારણે ૨૦ જિલ્લા પ્રભાવિત :૮૮ના મોત

હવામાનની સ્થિતિમાં સુધારો આવ્યો છે. આ બધા વચ્ચે ગૃહ મંત્રી બાલકૃષ્ણ ખંડે નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ, રાષ્ટ્રીય અન્વેષણ વિભાગ અને નેપાળી સેનાને હુમલા જિલ્લામાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢવા નિર્દેશ આપ્યો છે. તેઓ લિમિ ક્ષેત્રમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો જામ થવાથી ફસાઈ ગયા છે. ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરના લીધે નેપાળના વિવિધ વિસ્તારોમાં વધુ ૧૧ લોકોના મોત થયા છે. આ સાથે જ ગુરૂવારે મૃતકઆંક વધીને ૮૮ થઈ ગયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં ૩૦ લોકો લાપતા છે.

નેપાળના પાંચથર જિલ્લામાં સૌથી વધારે ૨૭ લોકોના મોત થયા હતા જ્યારે ઈલામ અને ઈલામ અને દોતી જિલ્લામાં ૧૩-૧૩ લોકોના મોત થયા હતા. તે સિવાય કાલીકોટ, બૈતાડી, દડેલધુરા, બજંગ, હુમલા, સોલુખુમ્બુ, પ્યૂથન, ધનકુટા, મોરંગ, સુનસારી અને ઉદયપુર સહિત ૧૫ જિલ્લામાંથી લોકોના મૃત્યુના સમાચર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે ૬૩ લોકોના મોત થયા હતા જ્યારે મંગળવારે ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા. નેપાળ ખાતેની આ હોનારતના કારણે ૨૦ જિલ્લાઓ પ્રભાવિત થયા છે. બઝાડ જિલ્લામાં ૨૧ લોકો લાપતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/