fbpx
રાષ્ટ્રીય

કર્ણાટકમાં એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થી પોઝિટિવ

કર્ણાટકના કોડગૂના મદિકેરીમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૨૭૦માંથી ૩૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. જાેકે, આ વિદ્યાર્થીઓમાંથી કોઈનામાં કોરોનાના લક્ષણો જાેવા મળ્યા નહોતા. છતાં બધા જ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરાયા છે. જાેકે, સ્કૂલ તંત્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી.હવે સ્કૂલના કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ કર્ણાટકની એક કોલેજ કોરોના હોટસ્પોટ બની હતી. દેશમાં ગુરુવારે કોરોનાના નવા ૧૬,૧૫૬ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૩,૪૨,૩૧,૮૦૯ થઈ છે જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૧,૬૦,૯૮૯ થયા છે, જે ૨૪૩ દિવસમાં સૌથી ઓછા છે. કોરોનાથી વધુ ૭૩૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૫૬,૩૮૬ નોંધાયો છે. જાેકે, ગુરુવારે નોંધાયેલા ૭૩૩માંથી ૬૨૨ મોત કેરળમાં નોંધાયા હતા. કેરળમાં ૬૨૨માંથી ૯૩ મોત છેલ્લા કેટલાક દિવસમાં થયા હતા જ્યારે કોરોનાના ૩૩૦ દર્દીઓના મોતની અપૂરતા દસ્તાવેજાેના કારણે ગયા વર્ષે ૧૮મી જૂન પછીથી પુષ્ટી થઈ નહોતી. વધુમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો પછી કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાના આધારે મળેલી અરજીઓના પગલે ૧૯૯ લોકોના મોતને કોરોનાથી મોત થયા હોવાનું ગણાવાયું છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૧,૬૭૨ ઘટયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩,૩૬,૧૪,૪૩૪ દર્દીઓ સાજા થયા છે. દેશમાં ગુરુવારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે કુલ ૧૦૪.૦૪ કરોડથી વધુ ડોઝ અપાયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના કન્ટેનમેન્ટ ઝોન સંબંધિત રાષ્ટ્રવ્યાપી માર્ગદર્શિકા ૩૦મી નવેમ્બર સુધી લંબાવી છે. કેટલાક રાજ્યોમાં સ્થાનિક સ્તરે કોરોનાના કેસ વધ્યા છે અને કોરોના મહામારી હજુ પણ જાહેર સ્વાસ્થ્ય માટે પડકારજનક છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણઆવ્યું હતું કે કોરોનાનો પ્રસાર રોકવા માટે હાલમાં લાગુ પ્રોટોકોલ ૩૦મી નવેમ્બર સુધી લંબાવાયો છે.દેશમાં કોરોનાની સ્થિતિ એકંદરે નિયંત્રણ હેઠળ આવતાં અનેક રાજ્યોમાં સ્કૂલો ખૂલવા લાગી છે. જાેકે, કર્ણાટકના કોડગૂ જિલ્લાની એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટની ઘટના સામે આવી છે. અહીં એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ-કોલેજાે ખૂલવાની શરૂ થઈ ગઈ છે. તેવા સમયમાં આ ઘટનાથી માતા-પિતા સંતાનોના સ્વાસ્થ્ય મુદ્દે ચિંતિત થઈ ગયા છે. દરમિયાન દેશમાં ગુરુવારે કોરોનાના દૈનિક ૧૬,૧૫૬ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૪૨ કરોડથી વધુ થયા છે જ્યારે જે એક્ટિવ કેસ ઘટીને ૧.૬૦ લાખ થયા છે, જે ૨૪૩ દિવસમાં સૌથી ઓછા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/