fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસને ‘આઈ નીડ કમિશન’ પાર્ટી તરીકે ગણાવી:ભાજપ

સોદા માટે વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ વચ્ચે કોંગ્રેસના શાસનમાં વચેટિયાને ‘કમિશન’ અપાયું હોવાનો ભાજપે દાવો કર્યો હતો. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાફેલ ફાઈટર પ્લેનની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સતત મોદી સરકાર પર આક્ષેપો કરનારા રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. સંબિત પાત્રાએ ફ્રેન્ચ મીડિયાના અહેવાલને ટાંકીને જણાવ્યું કે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર યુપીએના કાર્યકાળમાં થયો હતો તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ વચ્ચેનો છે. આ સોદામાં દલાલનું નામ પણ સામે આવી ગયું છે. દલાલનું નામ એસએમ ગુપ્તા છે. આ વ્યક્તિનું નામ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરના કૌભાંડમાં પણ સંડોવાયેલું હતું.

ગુપ્તા ઘૂસણખોરીનો જૂનો ખેલાડી છે. અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં પણ તે કમિશન એજન્ટ હતો. કોંગ્રેસના કાર્યકાળમાં અમે કમિશન ઓફ પરચેઝ તો નહોતું જાેયું, પરંતુ કમિશન ઓફ એગ્રીમેન્ટ જરૂર જાેઈ લીધું. રાહુલ ગાંધીએ ઈટાલીથી જવાબ આપવો જાેઈએ કે આ એગ્રીમેન્ટમાં ૪૦ ટકા કમિશનની વાત કહેવાઈ છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને વિપક્ષે રાફેલ અંગે જબરજસ્ત વાતાવરણ બનાવ્યું હતું. સંબિત પાત્રાના આરોપોનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે તમે બહુ જલ્દી કમિશનની સોદાબાજી કરી લીધી. અને એવી કરી કે ૫૨૬ કરોડની વસ્તુ કોઈપણ ટેન્ડર વિના રૂ. ૧૬૭૦ કરોડમાં ખરીદી લીધી. આ બાબત દર્શાવે છે કે રાફેલ સોદામાં રૂ. ૪૧,૦૦૦ કરોડનું કૌભાંડ થયું છે. પવન ખેડાએ ઉમેર્યું કે, કોલસા, ટુજી, વિનોદ રાયની માફી અને હવે રાફેલ…

આ કેસમાં નો કરપ્શન ક્લોઝ હટાવનારા વડાપ્રધાન મોદી પકડાઈ ગયા છે. તેમાં ૫૨૬ કરોડનું ફાઈટર વિમાન રૂ. ૧૬૭૦ કરોડમાં ખરીદવા વડાપ્રધાન પોતે જ જાય છે. ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી રદ કરી દેવાય છે. કોઈપણ ટેન્ડર વિના આટલો મોટો સોદો કરવામાં આવે છે. વડાપ્રધાન પોતે દરમિયાનગીરી કરીને કાયદા મંત્રાલય સંરક્ષણ મંત્રાલયની અવગણના કરે છે. ફરિયાદ થવા છતાં અને દલાલના ઘરેથી દસ્તાવેજાે જપ્ત કરવા છતાં ૨૬ મહિનાથી કોઈ કાર્યવાહી થતી નથી. ઉલટાનું સીબીઆઈના ડિરેક્ટરને રાતોરાત હટાવી દેવામાં આવે છે.ફ્રેન્ચ પોર્ટલ મીડિયાપાર્ટના રાફેલ સોદામાં લાંચ અપાઈ હોવાના અહેવાલોના પગલે ફરી એક વખત રાફેલ વિવાદ ચર્ચાસ્પદ બની ગયો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપે વધુ એક વખત આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ કરી દીધા છે. ફ્રેન્ચ પોર્ટલ મીડિયાપાર્ટના અહેવાલ પછી મંગળવારે ભાજપે કોંગ્રેસ (આઈએનસી)ને ‘આઈ નીડ કમિશન’ પાર્ટી ગણાવી હતી જ્યારે કોંગ્રેસે ૨૦૧૮માં સીબીઆઈ અને ઈડીને ફ્રેન્ચ કંપની દસોલ્ટ દ્વારા લાંચ અપાઈ હોવાના પુરાવા મળ્યા હોવા છતાં આ આરોપોને દબાવી દેવા કવર-અપ ઓપરેશન હાથ ધરી રાતોરાત સીબીઆઈના ડિરેક્ટરની બદલી કરી નાંખી હતી. કોંગ્રેસે આ મુદ્દે જેપીસી તપાસની માગ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/