fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાની પોલીસે જેલમાં મહિલા કેદીને નિર્વસ્ત્ર નચાવી

શબાના ઈરશાદ નામની પોલીસ કર્મચારીએ પરી ગુલ નામની એક મહિલાની ધરપકડ કરી હતી. પરી ગુલ પર એક બાળકની હત્યાનો આરોપ હતો. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુહમ્મદ અજહર અકરમના કહેવા પ્રમાણે મહિલા પોલીસ કર્મચારીએ જેલમાં મહિલા કેદીને બધાના સામે કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી અને એટલેથી ન અટકતાં તેને નાચવા માટે પણ કહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, મહિલા કેદીને પોલીસ દ્વારા રિમાન્ડમાં મોકલી દેવામાં આવી છે. મહિલા પોલીસ કર્મચારી તપાસ કમિટી સમક્ષ પોતાના બચાવમાં કોઈ દલીલ ન આપી શકેલી જેથી તેને બરતરફ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મહિલા કેદી સાથે અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. શબાના ઈરશાદ નામની એક મહિલા પોલીસ કર્મચારીએ મહિલા કેદીને જેલમાં જ કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહીં તે મહિલા કેદીને ર્નિવસ્ત્ર કરીને તેના પાસે ડાન્સ પણ કરાવડાવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિભાગે મહિલા પોલીસ કર્મચારીને બરતરફ કરી દીધી છે. તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, મહિલા પોલીસ કર્મચારીએ એક મહિલા કેદી વિરૂદ્ધ પોતાના પદનો ખોટો ઉપયોગ કર્યો અને તેના સાથે અમાનવીય વ્યવહાર પણ કર્યો. તપાસમાં દોષી ઠેરવાયા બાદ તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/