fbpx
રાષ્ટ્રીય

કેરળમાં વધુ એક રોગ નોરો વાઈરસના ૧૩ કેસથી હાહાકાર

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૫૧૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૪,૧૪,૧૮૬ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૭,૪૧૬ થઇ છે. નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૫૬ટકા રહ્યો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવ રેટ ૧.૦૭ ટકા રહ્યો છે. જે છેલ્લા ૩૯ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૧૦ ટકા રહ્યો છે. જે છેલ્લા ૪૯ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા ડોઝની સંખિયા ૧૧૧કરોડને પાર થઇ ગઇ છે. આજના કોરોના મૃત્યુઆંક ૫૦૧માં ૪૧૯ કેરળના છે.કોરોના મહામારીની વચ્ચે કેરળમાં નોરોવાઇરસના કેસો સપાટી પર આવ્યા છે.

વાયાનાડ જિલ્લામાં આ કેસો સપાટી પર આવ્યા પછી કેરળ સરકારે જણાવ્યું છે કે લોકોએ આ ચેપી વાઇરસથી સતર્ક રહેવાની જરૃર છે. આ વાઇરસના સંક્રમણથી વોમિટિંગ અને ઝાડા થાય છે.ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ અગાઉ વાયાનાડ જિલ્લાની એક વેટરનરી કોલેજના ૧૩ વિદ્યાર્થીઓ આ વાઇરસથી સંક્રમિત થયા હતાં. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૧૧ કરોડને પાર થઇ ગઇ છે. શુક્રવારે સાંજ સુધીમાં વેક્સિનના ૫૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતાં. જાે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૫૦૧ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૬૨,૬૯૦ થઇ ગઇ છે. સળંગ ૩૫મા દિવસે કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦ની નીચે રહ્યાં છે. જ્યારે સળંગ ૧૩૮મા દિવસે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦ની નીચે નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧૧૪૦નો ઘટાડો થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/