fbpx
રાષ્ટ્રીય

યુપીએનું રાષ્ટ્રીય સ્તરે કોઈ અસ્તિત્ત્વ જ નથી રહ્યું:મમતા બેનર્જી

યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુ.પી.એ.)નો જન્મ ભાજપના નેતૃત્વ હેઠળની એન.ડી.એ.નો વિકાસ તરીકે થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં યુ.પી.એ માત્ર બે ટર્મ દેશમાં સત્તા મેળવી શકી હતી. પરંતુ હવે એન.ડી.એ સરકાર ફરી સત્તામાં આવી છે. ત્યારે યુ.પી.એ. ફિક્કુ પડી ગયું છે. આ પાર્શ્વભૂમિ પર પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે યુ.પી.એનું હવે અસ્તિત્વ જ નથી. માત્ર જાહેરાત કરવાનું બાકી છે. મુંબઈની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન બુધવારે એન.સી.પી.ના વડા શરદ પવારને મળ્યા હતા. ત્યારબાદ મમતા બેનર્જીએ પવાર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મમતાએ નિવેદન આપ્યું હતું. આજે દેશમાં ફાંસીવાદની જે સ્થિતિ છે તેની સામે મજબૂત વિકલ્પ તો બનાવવો જ પડશે. કોઈ એકલા આગળ વધી શકવાના નથી, એમ બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું. શું કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચામાં હશે? શરદ પવાર યુ.પી.એના સૌથી વરિષ્ઠ નેતા છે. આછી તમને નથી લાગતું કે શરદ પવારે યુ.પી.એ.નું નેતૃત્વ કરવું જાેઈએ? એવા પત્રકાર પ્રશ્ન પર બેનર્જીએ જવાબ આપ્યો કે અરે તમે યુ.પી.એ.ની શું વાત કરો છો? હવે યુ.પી.એ. રહી જ નથી. માત્ર સત્તાવાર જાહેરાત કરવાનું બાકી છે. યુપીએનું નામોનિશાન મટી ગયું છે. દરમિયાન આજે જે પ્રકારે દેશમાં ફાસીવાદ ચાલુ છે. તેના વિરોધમાં સક્ષમ વિકલ્પ નિર્માણ થવો જ જાેઈએ. પણ આ એકલાનું કામ નથી. જે સક્ષમ છે. તેઓને સાથે લઈને કરવું પડશે. ભાજપ વિરુદ્ધ લડવા સક્ષમ વિકલ્પ હોવો જરૂરી છે. કોઈ લડવા તૈયાર ન હોય તો અમારે શું કરવું? એમ મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ટીકા કરી હતી. ત્રીજા મોરચામાંથી કોંગ્રેસને દૂર રાખશો એવો પ્રશ્ન કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પણ પક્ષ સિવાય ભાજપને પડકાર આપવા સિવાય વિકલ્પ ઉપલબ્ધ કરવાનો પ્રશ્ન ઉદભવતો નથી. ભાજપ વિરુદ્ધ કોઈપણ એકત્રિત થવા આગળ આવશે તેનું અમે સ્વાગત કરીશું. અમારા માટે નેતૃત્વનો મુદ્દો નથી. સક્ષમ વિકલ્પ ઊભો કરવાનો મુદ્દો છે. બધાને સાથે લઈને આગળ વધુ છે. બધા એકત્રિત કામ કરવા તૈયાર છે. તેને આઘાડીમાં સાથે લઈશું. એમ પવારે જણાવ્યું હતું.કુર્ઝ શીપ પાર્ટીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (એન.સીબી.) રેડ પાડીને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. પરંતુ તેના આડમાં ભાજપ શાહરૂખ ખાને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યો હતો. આજે રાષ્ટ્રીય સ્તરે વિચાર કરનારાએ એકત્રિત થવાની જરૂર છે. બધાએ એકત્રિત થઈને નવુ નેતૃત્વ માટે વ્યાસપીઠ ઉપલબ્ધ કરવું જાેઈએ. બધાએ મળીને ભાજપ વિરુદ્ધ સક્ષમ વિકલ્પ આપવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/