fbpx
રાષ્ટ્રીય

માલેગાવ ધડાકા કેસમાં એટીએસની મદદ લેવા ફરિયાદીનો એનઆઇએને પત્ર

માલેગાંવ બોમ્બ ધડાકા કેસના પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા વકિલે એનઆઇએના સુપરિન્ટેન્ડન્ટને પત્ર લખીને વિનંતી કરી છે કે કેસના અનેક સાક્ષીદારો ફરી જતા હોવાથી એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ની મદદ લેવામાં આવે. એટીએસ અગાઉ કેસની તપાસ કરી રહી હતી. એડવોકેટ શહીદ નદીમે પત્ર વિશેષ કોર્ટમાં પણ રજૂ કર્યો હતો કોર્ટે તેને રેકોર્ડ પર લીધો હતો. પત્રની નકલ સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને પણ મોકલાવાઇ છે. વિશેષ કોર્ટમાં ૨૦૮ સાક્ષી હાજર રહ્યા હતા જેમાંથી ૮ ફરી ગયા છે. જે સાક્ષી ફૂટી ગયા છે તેમના નિવેદન એટીએસે પણ નોંધ્યા હતા. અને એટીએસ એનઆઇએ અને કોર્ટને આ મુદ્દે માહિતી તથા સહાયતા આપવા સક્ષમ સાબિત થઇ શકે છે. એટીએસે તપાસ કરીને પ્રજ્ઞાાસિંહ ઠાકુર સહિતના આરોપીઓની ધરપકડ કરી હોવા છતાં તેમનો સંપર્ક કરવાના કોઇ પ્રયાસ થઇ રહ્યા નથી. એટીએસ અધિકારીઓને બોલાવીને કેસની તપાસ, નિવેદનોની સ્પષ્ટતા તથા અન્ય કોઇ સમસ્યામાં સહાયતા કરવાનું કહેવામાં આવે જેથી સાક્ષીદાર ફરી જાય નહીં, એમ પત્રમાં જણાવાયું છે. માલેગાવમાં મસ્જિદ પાસે થયેલા બોમ્બ ધડાકામાં છના મોત થયા હતા અને સૌથી વધુ ઘવાયા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/